Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી, ક્લબ માટે રમશે ખેલાડી


Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી લીધો સંન્યાસ
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી, ક્લબ માટે રમશે ખેલાડી


Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી લીધો સંન્યાસ
Cristiano Ronaldo: પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એક આશ્ચર્યજનક જાહેરાત કરી છે. તેને ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ ફરી ક્યારેય પોર્ટુગલ માટે નહીં રમે. છેલ્લી કેટલીક મેચો પછી તેને ઊંડાણપૂર્વક વિચાર કરીને નિર્ણય લીધો કે તેઓ હવે પોર્ટુગીઝ રાષ્ટ્રીય ટીમના કેપ્ટન રહેશે નહીં.
આ મહત્વપૂર્ણ નિર્ણય સાથે તેને તેની 23 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવ્યો છે. 5 વખતના બેલોન ડી'ઓર વિજેતાએ પોર્ટુગીઝ રાષ્ટ્રીય ટીમ માટે રમીને તેના કરિયરનો કાયમ માટે અંત લાવ્યો છે. રોનાલ્ડોએ જણાવ્યું છે કે તે નવેમ્બરમાં ઈન્ટરનેશનલ વિરામ પછી પોર્ટુગલની પ્રખ્યાત નંબર 7 જર્સી ટીમને પરત કરશે.
રોનાલ્ડોએ પોર્ટુગલ માટે તેના ફૂટબોલ કરિયરની શરૂઆત 20 ઓગસ્ટ, 2003 ના રોજ માત્ર 18 વર્ષની ઉંમરે કઝાકિસ્તાન સામે કરી હતી. છેલ્લા 23 વર્ષમાં તેને તેની ટીમ માટે કુલ 234 મેચ રમી છે, જેમાં કુલ 146 ગોલ કર્યા છે. તેના નામે 46 આસિસ્ટ પણ છે. તેને અત્યાર સુધીમાં તેના કરિયરમાં કુલ 985 ગોલ કર્યા છે. હવે તેઓ ક્લબ માટે રમીને 1000 ગોલ સુધી પહોંચવા માગે છે.
View post on Instagram
રોનાલ્ડો 6 ફિફા વર્લ્ડ કપમાં રમનાર પ્રથમ ખેલાડી
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2006 માં જર્મનીમાં પોતાનો પહેલો વર્લ્ડકપ રમ્યો હતો અને ત્યારબાદ 2010, 2014, 2018, 2022 અને 2026 વર્લ્ડ કપમાં પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આનાથી તે સતત 6 વર્લ્ડકપમાં રમ્યો હતો, જેના કારણે તે 6 અલગ અલગ વર્લ્ડકપમાં ગોલ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો હતો.
રોનાલ્ડો વર્લ્ડકપમાં 11 ગોલ કરવામાં સફળ રહ્યો
આ વર્લ્ડકપ મેચો દરમિયાન, તેને કુલ 27 મેચ રમી અને 11 ગોલ કર્યા, જેમાં 2026 માં ઉઝબેકિસ્તાન સામેનો ગોલ પણ સામેલ છે, જેણે તેનો અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો. પરંતુ તે તેના શાનદાર કરિયરમાં ક્યારેય વર્લ્ડ કપ ટ્રોફી જીતી શક્યો નહીં, પોર્ટુગલનું બેસ્ટ પ્રદર્શન 2006 માં આવ્યું હતું જ્યારે તેઓ સેમીફાઈનલમાં પહોંચ્યો હતા અને ચોથા નંબરે રહ્યા હતા.
આ પણ વાંચો: IPL 2027: ઓક્શન પહેલાં CSK અને SRH વચ્ચે મોટો ટ્રેડ, 4 ખેલાડીઓની ટીમમાં અદલાબદલી





