IPL 2027: ઓક્શન પહેલાં CSK અને SRH વચ્ચે મોટો ટ્રેડ, 4 ખેલાડીઓની ટીમમાં અદલાબદલી

IPL 2027 પહેલાં CSK અને SRH વચ્ચે ચાર ખેલાડીઓની ટ્રેડ ડીલ થઈ છે. લિયામ લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સ CSKમાં, જ્યારે ખલીલ અહેમદ અને નાથન એલિસ SRHમાં જોડાશે.
Nancy Shukla
IPL 2027: CSK અને SRH વચ્ચે ચાર ખેલાડીઓનો ટ્રેડIPL 2027: CSK અને SRH વચ્ચે ચાર ખેલાડીઓનો ટ્રેડ

IPL 2027: CSK અને SRH વચ્ચે ચાર ખેલાડીઓનો ટ્રેડ

IPL 2027: IPL 2027ની સિઝન પહેલાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મોટી ટ્રેડ ડીલ થઈ છે. બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે કુલ 4 ખેલાડીઓની અદલાબદલી કરવામાં આવી છે. આ ટ્રેડમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. IPL 2027 માટે ખેલાડીઓના રિટેન્શનના લિસ્ટ જાહેર થાય તે પહેલાં આ ડીલ સામે આવી છે.

લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સ CSKમાં સામેલ

આ ટ્રેડ ડીલ હેઠળ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. જ્યારે CSKના ખલીલ અહેમદ અને નાથન એલિસ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં સામેલ થશે.

આ ટ્રેડમાં સૌથી વધુ ચર્ચા લિયામ લિવિંગસ્ટોનની થઈ રહી છે. IPL 2025ના ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે તેને 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતા. પરંતુ ટીમમાં તેમને વધુ મેચ રમવાની તક મળી ન હતી. હવે CSKમાં સામેલ થયા બાદ તેના પગારમાં આશરે 6 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તેઓ આગામી સિઝનમાં આશરે 7 કરોડ રૂપિયાની રકમ સાથે રમશે. બીજી તરફ જેક એડવર્ડ્સને SRH તરફથી 3 કરોડ રૂપિયા મળતા હતા. ટ્રેડ બાદ પણ તેને સમાન રકમ મળશે.

ખલીલ અહેમદની SRHમાં વાપસી

ભારતીય ફાસ્ટ બોલર ખલીલ અહેમદ માટે આ ટ્રેડ જૂની ટીમમાં વાપસી સમાન છે. તેઓ અગાઉ પણ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. હવે ફરી એકવાર તેને આ ફ્રેન્ચાઈઝી સાથે રમવાની તક મળશે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન એલિસ પણ CSK છોડીને SRHમાં જોડાયો છે. CSKએ તેમને આશરે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ઈજાના કારણે તેઓ આખી સિઝન રમી શક્યો ન હતો. ત્યારબાદ ચેન્નાઈએ તેના સ્થાને સ્પેન્સર જોન્સનને ટીમમાં સામેલ કર્યા હતા.

આ ચાર ખેલાડીઓની અદલાબદલીથી IPL 2027 પહેલાં બંને ટીમોના ખેલાડીઓના કોમ્બિનેશનમાં ફેરફાર થયો છે. હવે આગામી સિઝનમાં આ ખેલાડીઓ નવી ટીમો તરફથી કેવું પ્રદર્શન કરે છે તેના પર ક્રિકેટ ફેન્સની નજર રહેશે.

આ પણ વાંચો: Virat Kohli Birthday: બર્થ ડે પર વિરાટ કોહલીએ કર્યો ખુલાસો, આ છે તેની ફેવરિટ વનડે ઈનિંગ