Virat Kohli Birthday: વિરાટ કોહલીને જન્મદિવસ પહેલા મળ્યું ખાસ સરપ્રાઈઝ, ન્યુઝીલેન્ડમાં ફેન્સે ગાયું 'હેપ્પી બર્થડે'


Virat Kohli Birthday: વિરાટને મળી સરપ્રાઈઝ
Virat Kohli Birthday: વિરાટ કોહલીને જન્મદિવસ પહેલા મળ્યું ખાસ સરપ્રાઈઝ, ન્યુઝીલેન્ડમાં ફેન્સે ગાયું 'હેપ્પી બર્થડે'


Virat Kohli Birthday: વિરાટને મળી સરપ્રાઈઝ
Virat Kohli Birthday: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહેલી પ્રથમ વનડે મેચ દરમિયાન ક્રિકેટપ્રેમીઓનું દિલ જીતી લે તેવી ઘટના જોવા મળી. 5 નવેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવનારા વિરાટ કોહલીને તેના એક દિવસ પહેલાં જ ન્યૂઝીલેન્ડના સ્ટેડિયમમાં હાજર ફેન્સે ખાસ સરપ્રાઈઝ આપ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી બાઉન્ડ્રી લાઈન પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે સ્ટેન્ડ્સમાં બેઠેલા ભારતીય ફેન્સે એકસાથે ‘હેપ્પી બર્થડે ટુ યુ વિરાટ’ ગાવાનું શરૂ કર્યું હતું. વિદેશી ધરતી પર પોતાના માટે ફેન્સનો આટલો પ્રેમ જોઈને વિરાટ પણ ખુશ થઈ ગયા હતા. તેને હસતાં હસતાં ફેન્સ તરફ હાથ હલાવીને અભિવાદન સ્વીકાર્યું હતું. વિરાટની આ નાનકડી પ્રતિક્રિયાએ ફેન્સનો ઉત્સાહ બમણો કરી દીધો હતો.
મેદાન પર પણ વિરાટે મચાવી ધૂમ
આ મેચમાં વિરાટ કોહલી પોતાની શાનદાર ફિલ્ડિંગ અને મસ્તીભર્યા અંદાજને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. તેને સ્લિપમાં નાથન સ્મિથનો અદભુત કેચ પકડ્યો હતો. કેચ લીધા બાદ વિરાટે પોતાના જાણીતા તીર-કમાનના અંદાજમાં ઉજવણી કરી હતી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Fans Shouting "Happy Birthday" To Virat Kohli.🎂🐐💙
.
.
.
.
.
.
#NZvIND #HappyBirthdayViratKohli https://t.co/aQFX2ChASM</p>— Virat_kohli_18_Club (@KohliSensation) <a href="https://x.com/KohliSensation/status/2117868576258630047?ref_src=twsrc%5Etfw">November 4, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના બેટર ગ્લેન ફિલિપ્સ જ્યારે બેટિંગ માટે મેદાનમાં આવ્યા ત્યારે વિરાટે WWE સ્ટાર જોન સીનાના પોપ્યુલર ‘યુ કાન્ટ સી મી’ સ્ટાઈલની કોપી કરી હતી. હકીકતમાં, ફિલિપ્સની એન્ટ્રી સમયે સ્ટેડિયમમાં જોન સીનાનું થીમ મ્યુઝિક વાગતું હતું. વિરાટે આ મ્યુઝિકની મજા લેતા આ રમૂજી અંદાજ અપનાવ્યો હતો.
વિરાટની આ હરકત જોઈને મેદાન પર હાજર દર્શકો અને સાથી ખેલાડીઓ પણ હસવા લાગ્યા હતા. આમ, જન્મદિવસ પહેલાં ફેન્સના પ્રેમથી લઈને મેદાન પરની મસ્તી સુધી, વિરાટ કોહલીએ મેચ દરમિયાન અનેક યાદગાર ક્ષણો આપી હતી.
આ પણ વાંચો: WPL 2027: WPL 2027ના શેડ્યૂલની જાહેરાત, 14 જાન્યુઆરીથી થશે શરૂઆત, 2 શહેરમાં રમાશે 22 મેચ





