Virat Kohli: વિરાટ કોહલીએ તોડ્યો રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ, ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ ODI રન બનાવનાર બેટ્સમેન બન્યો


Virat Kohli: વિરાટ કોહલીએ તોડ્યો રિકી પોન્ટિંગનો ODI રેકોર્ડ
Virat Kohli: વિરાટ કોહલીએ તોડ્યો રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ, ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ ODI રન બનાવનાર બેટ્સમેન બન્યો


Virat Kohli: વિરાટ કોહલીએ તોડ્યો રિકી પોન્ટિંગનો ODI રેકોર્ડ
Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડે મેચમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. વિરાટ હવે વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
આ મામલે તેને ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો છે. પરંતુ આ ઐતિહાસિક સિદ્ધિ મેળવ્યા બાદ વિરાટ બીજી વનડેમાં મોટી ઈનિંગ રમી શક્યો ન હતો અને માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો.
1 રન બનાવતાં જ રિકી પોન્ટિંગને પાછળ છોડ્યો
બીજી વનડે પહેલાં વિરાટ કોહલી અને રિકી પોન્ટિંગ બંનેના નામે ન્યૂઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં 1,971 રન નોંધાયેલા હતા. મેચ દરમિયાન 1 રન બનાવતાં જ વિરાટે રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો હતો. હવે ન્યૂઝીલેન્ડ સામે વિરાટના કુલ 1,978 રન થઈ ગયા છે. આ સાથે તે આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગયો છે.
ટોપ-5માં ભારતના બે દિગ્ગજ બેટ્સમેન
ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનોના લિસ્ટમાં ભારતના બે ખેલાડીઓ સામેલ છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી 1,978 રન સાથે પ્રથમ નંબરે છે. જ્યારે રિકી પોન્ટિંગ 1,971 રન સાથે બીજા નંબરે છે. ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર 1,750 રન સાથે ત્રીજા નંબરે છે. શ્રીલંકાના કુમાર સંગાકારા 1,568 રન સાથે ચોથા નંબરે અને સનથ જયસૂર્યા 1,519 રન સાથે પાંચમા નંબરે છે.
બીજી વનડેમાં માત્ર 7 રન બનાવી શક્યો વિરાટ
રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલી બીજી વનડેમાં માત્ર 7 બોલમાં 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ન્યૂઝીલેન્ડના બોલર જેકબ ડફીએ તેની વિકેટ ઝડપી હતી. બીજી તરફ ભારતીય કેપ્ટન પણ પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો અને ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.
આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 41 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતીય ટીમને જીત માટે 135 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વરસાદને કારણે આ મેચ 47-47 ઓવરની રમાઈ રહી હતી.
આ પણ વાંચો: Asian Champions Trophy: જાપાનને 4-1થી હરાવી ભારત છઠ્ઠી વખત બન્યું ચેમ્પિયન




