Asian Champions Trophy: જાપાનને 4-1થી હરાવી ભારત છઠ્ઠી વખત બન્યું ચેમ્પિયન

Asian Champions Trophy: ભારતે ફાઈનલમાં જાપાનને 4-1થી હરાવી છઠ્ઠી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ટીમ સમગ્ર ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી.
Nancy Shukla
Asian Champions Trophy: ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું જીત્યું ટાઈટલAsian Champions Trophy: ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું જીત્યું ટાઈટલ

Asian Champions Trophy: ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું જીત્યું ટાઈટલ

Asian Champions Trophy: ભારતીય મેન્સ હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મેચમાં ભારતે જાપાનને 4-1થી હરાવી છઠ્ઠી વખત આ ટૂર્નામેન્ટની ટ્રોફી જીતી હતી. શરૂઆતમાં એક ગોલથી પાછળ પડ્યા બાદ ભારતીય ખેલાડીઓએ શાનદાર વાપસી કરી અને મેચમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં ખિતાબની હેટ્રિક પણ પૂરી કરી હતી.

ભારત તરફથી ચાર ખેલાડીઓએ કર્યા ગોલ

ફાઈનલમાં જાપાને ત્રીજી જ મિનિટે કાઝુમાસા માત્સુમોટોના ગોલથી 1-0ની લીડ મેળવી હતી. ભારતે શરૂઆતમાં ગોલ કરવાની કેટલીક તકો બનાવી, પરંતુ તેને સફળતામાં ફેરવી શક્યું ન હતું. પરંતુ બીજા હાફમાં ભારતીય ટીમે આક્રમક રમત બતાવી હતી.

ભારત તરફથી શીલાનંદ લાકડાએ 42મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. ત્યારબાદ દિલપ્રીત સિંહે 48મી મિનિટે ગોલ કરીને ભારતને 2-1ની લીડ અપાવી હતી. 53મી મિનિટે જુગરાજ સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો, જ્યારે 54મી મિનિટે વિવેક સાગર પ્રસાદે ચોથો ગોલ કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી.

ભારતે સતત ત્રીજી વખત જીત્યો ખિતાબ

આ જીત સાથે ભારતીય ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજી વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. ભારત અગાઉ 2011, 2016, 2018, 2023 અને 2024માં પણ આ ખિતાબ જીતી ચૂક્યું છે. આ રીતે ભારતે છઠ્ઠી વખત ટ્રોફી પોતાના નામે કરી છે.

ટૂર્નામેન્ટમાં અપરાજિત રહ્યું ભારત

ભારતીય ટીમ સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી. ફાઈનલ પહેલાં લીગ રાઉન્ડમાં પણ ભારતે જાપાનને 4-1થી હરાવ્યું હતું. ફાઈનલમાં વાઈસ કેપ્ટન હાર્દિક સિંહે મિડફિલ્ડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે ડિફેન્સમાં જરમનપ્રીત સિંહે મજબૂત પ્રદર્શન કર્યું હતું. શરૂઆતમાં પાછળ પડ્યા બાદ ટીમે શાનદાર રમત બતાવીને છઠ્ઠી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

આ પણ વાંચો: IND Vs SL: ભારત-શ્રીલંકા પ્રથમ વનડેનું સ્થળ બદલાયું, વિશાખાપટ્ટનમમાં રમાશે આ મેચ