Vaibhav Sooryavanshi: 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ


Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશી બન્યો વિશ્વનો સૌથી યુવા T20 કેપ્ટન
Vaibhav Sooryavanshi: 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ


Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશી બન્યો વિશ્વનો સૌથી યુવા T20 કેપ્ટન
Vaibhav Sooryavanshi: ભારતીય ક્રિકેટના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026-27ની શરૂઆત સાથે જ વૈભવે T20 ક્રિકેટમાં મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
સૌરાષ્ટ્ર સામેની મેચમાં બિહારની કેપ્ટનશીપ કરવા મેદાનમાં ઉતરતાની સાથે જ તે વિશ્વ ક્રિકેટમાં T20 ફોર્મેટમાં કેપ્ટનશીપ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ સાથે તેને ક્રોએશિયાના જેક વુકુસિકનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
15 વર્ષ અને 232 દિવસની ઉંમરે બન્યો કેપ્ટન
બિહાર ક્રિકેટ એસોસિએશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે ટીમની જાહેરાત કરતી વખતે વૈભવ સૂર્યવંશીને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો. વૈભવે 15 વર્ષ અને 232 દિવસની ઉંમરે સૌરાષ્ટ્ર સામે પ્રથમ વખત ટીમનું નેતૃત્વ કર્યું હતું.
આ પહેલાં T20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે કેપ્ટન બનવાનો રેકોર્ડ ક્રોએશિયાના જેક વુકુસિકના નામે હતો. તેને ગયા વર્ષે સાઈપ્રસ સામે 17 વર્ષ અને 311 દિવસની ઉંમરે પ્રથમ વખત કેપ્ટનશીપ કરી હતી. હવે વૈભવે આ રેકોર્ડ તોડીને નવો ઈતિહાસ રચ્યો છે.
ભારતીય ડોમેસ્ટિક T20 ક્રિકેટમાં પણ વૈભવે નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં સૌથી નાની ઉંમરે કેપ્ટન બનવાનો રેકોર્ડ મહિપાલ લોમરોરના નામે હતો. તેને 2018માં રાજસ્થાન તરફથી 18 વર્ષ અને 67 દિવસની ઉંમરે કેપ્ટનશીપ કરી હતી.
માત્ર એક જ મેચમાં કરશે કેપ્ટનશીપ
વૈભવ સૂર્યવંશીને બિહારની માત્ર પ્રથમ મેચ માટે જ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ બિહાર ક્રિકેટ એસોસિએશનના ચીફ સિલેક્ટર હરવિંદર સિંહે પણ આ વાતની પુષ્ટિ કરી છે. સૌરાષ્ટ્ર સામેની મેચ બાદ વૈભવ ઈન્ડિયા-A ટીમ તરફથી ઈમર્જિંગ એશિયા કપમાં રમવા માટે કતાર રવાના થશે. તેના ગયા બાદ ટીમની કમાન વાઈસ કેપ્ટન સૂરજ કશ્યપ સંભાળશે.
પરંતુ સૌરાષ્ટ્ર સામેની મેચમાં વૈભવ બેટિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. તે 12 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. તેમ છતાં 15 વર્ષની ઉંમરે વિશ્વનો સૌથી યુવા T20 કેપ્ટન બનવાની તેની સિદ્ધિ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક બની રહી છે.
આ પણ વાંચો: IND Vs PAK: અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો LIVE મેચની ડિટેલ્સ




