IND Vs PAK: અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો LIVE મેચની ડિટેલ્સ

IND Vs PAK: અંડર-19 એશિયા કપ 2026ની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન 14 નવેમ્બરે ટકરાશે. જાણો મેચનો સમય, સ્થળ અને લાઈવ ટેલિકાસ્ટની ડિટેલ્સ.
Nancy Shukal
Nancy Shukal
IND Vs PAK: ક્યારે અને ક્યાં જોવી ફાઈનલ LIVE મેચ?IND Vs PAK: ક્યારે અને ક્યાં જોવી ફાઈનલ LIVE મેચ?

IND Vs PAK: ક્યારે અને ક્યાં જોવી ફાઈનલ LIVE મેચ?

IND Vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની વધુ એક રોમાંચક ટક્કર જોવા મળવાની છે. ACC અંડર-19 એશિયા કપ 2026ની ફાઈનલમાં બંને હરીફ ટીમો આમને-સામને ટકરાશે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે ટીમ ઈન્ડિયાની નજર પાકિસ્તાન સામે જીત મેળવીને એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરવા પર રહેશે.

લક્ષ્યની કેપ્ટનશીપમાં ભારતની શાનદાર જીત

અફઘાનિસ્તાન સામેની સેમીફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતાં અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 227 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઈશાન સૂદે શાનદાર બોલિંગ કરતાં 3 વિકેટ ઝડપી હતી.

જવાબમાં ભારતીય ટીમે લક્ષ્ય સરળતાથી હાંસલ કર્યો હતો. કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને આર્યવીર સહેવાગે પ્રથમ વિકેટ માટે 117 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. સહેવાગે 51 રન બનાવ્યા હતા, જ્યારે લક્ષ્યે 90 બોલમાં 93 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ત્યારબાદ વીકે વિનીતે અણનમ 57 રન બનાવી ભારતને 36.5 ઓવરમાં જ જીત અપાવી હતી. ભારતે 2 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા હતા.

બીજી તરફ પાકિસ્તાને પ્રથમ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાન વર્તમાન ચેમ્પિયન હોવાથી આ મેચ બંને ટીમો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. ભારત 2021 બાદ પ્રથમ વખત આ ખિતાબ જીતવા ઉત્સુક છે.

ક્યારે અને ક્યાં રમાશે IND Vs PAK ફાઈનલ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ 2026ની ફાઈનલ 14 નવેમ્બર, શનિવારના રોજ ઓમાનના અલ અમરાત ક્રિકેટ ગ્રાઉન્ડ (મિનિસ્ટ્રી ટર્ફ-2) ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સવારે 10 વાગ્યે થશે.

ક્યાં જોઈ શકાશે મેચનું LIVE પ્રસારણ?

ભારતમાં આ ફાઈનલનું લાઈવ ટેલિકાસ્ટ Sony Sports Network પર જોઈ શકાશે. જ્યારે મોબાઈલ અને લેપટોપ પર દર્શકો SonyLIV એપ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળી શકશે.

આ પણ વાંચો: IND Vs NZ: રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર, ચોથી વનડેમાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11