Vaibhav Sooryavanshi: ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કું કરવા બોલિંગ પર મહેનત કરી રહ્યો છે વૈભવ, કોચે કર્યો મોટો ખુલાસો

Vaibhav Sooryavanshi: ઈશાન કિશન ફિટ થયા બાદ ટીમમાં પરત ફર્યો હોવાથી વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20I મેચમાંથી બહાર થયો.
Nancy ShuklaUpdated on: 31 Oct 2026 02:51 PM IST
Vaibhav Sooryavanshi: ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કું કરવા બોલિંગ પર મહેનત કરી રહ્યો છે વૈભવ, કોચે કર્યો મોટો ખુલાસોVaibhav Sooryavanshi: ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કું કરવા બોલિંગ પર મહેનત કરી રહ્યો છે વૈભવ, કોચે કર્યો મોટો ખુલાસો

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: ભારતીય ક્રિકેટનો યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી પોતાની આક્રમક બેટિંગથી સતત ચર્ચામાં રહે છે. માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની પ્રતિભાનો પરચો બતાવનાર વૈભવ હવે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે એક નવી સ્કિલ પર કામ કરી રહ્યો છે. તે બેટિંગની સાથે બોલિંગમાં પણ સુધારો લાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. આ વાતનો ખુલાસો ભારતીય ટીમના સ્પિન બોલિંગ કોચ સૈરાજ બહુતુલેએ કર્યો છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચ પહેલાં વૈભવને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાની ચર્ચા શરૂ થઈ હતી. ટીમમાં અનુભવી ખેલાડીઓની હાજરીને કારણે તેને સતત તક મળી રહી નથી. પરંતુ ઈશાન કિશન ઈજાગ્રસ્ત થતાં વૈભવને બીજી અને ત્રીજી T20માં રમવાની તક મળી હતી. વેલિંગ્ટનમાં રમાયેલી ત્રીજી મેચમાં તેને અભિષેક શર્મા સાથે મળીને માત્ર 6 ઓવરમાં 100થી વધુ રન બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમ છતાં ચોથી મેચમાં તેને તક મળી ન હતી.

બોલિંગને લઈને ગંભીર છે વૈભવ

સૈરાજ બહુતુલેએ વૈભવની મહેનત અંગે જણાવ્યું કે તે પોતાની બોલિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત અને ગંભીર છે. તે દરરોજ બોલિંગની પ્રેક્ટિસ કરે છે અને પોતાની આ સ્કિલને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

કોચના જણાવ્યા અનુસાર ટીમ મેનેજમેન્ટ પણ તેને બોલિંગમાં વધુમાં વધુ તક આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો વૈભવ T20 ક્રિકેટમાં 1 કે 2 ઓવર પણ સારી રીતે બોલિંગ કરી શકશે, તો તે ટીમ માટે મોટો ફાયદો સાબિત થઈ શકે છે. પરંતુ આ માટે તેને હજુ થોડો સમય આપવાની જરૂર છે.

ચોથી T20માં ભારતને 87 રને હાર

બીજી તરફ ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલમાં રમાયેલી ચોથી T20 મેચમાં ભારતીય ટીમને 87 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટ ગુમાવીને માત્ર 172 રન જ બનાવી શકી હતી.

હવે જોવાનું રસપ્રદ રહેશે કે વૈભવ પોતાની બોલિંગ સ્કિલમાં કેટલો સુધારો કરે છે અને આવનારા સમયમાં ઓલરાઉન્ડર તરીકે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા મજબૂત કરી શકે છે કે નહીં.

આ પણ વાંચો: IND Vs NZ: ઓકલેન્ડમાં હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું છલકાયું દર્દ, આગામી મેચને લઈને આપ્યું મોટું નિવેદન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.