IND Vs NZ: ઓકલેન્ડમાં હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું છલકાયું દર્દ, આગામી મેચને લઈને આપ્યું મોટું નિવેદન

IND Vs NZ: ભારતીય ટીમને ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20I માં 87 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો, આ મેચમાં બોલર્સ અને બેટ્સમેન બંનેએ ખરાબ પ્રદર્શન કર્યું હતું.
Nancy ShuklaUpdated on: 30 Oct 2026 08:53 PM IST
IND Vs NZ: ઓકલેન્ડમાં હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું છલકાયું દર્દ, આગામી મેચને લઈને આપ્યું મોટું નિવેદનIND Vs NZ: ઓકલેન્ડમાં હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું છલકાયું દર્દ, આગામી મેચને લઈને આપ્યું મોટું નિવેદન

IND Vs NZ

IND Vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં ભારતીય ટીમને 87 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઓકલેન્ડમાં રમાયેલી આ મેચમાં ભારતીય બોલર્સ અને બેટ્સમેન બંનેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ હાર સાથે ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતની સતત 10 T20 મેચમાં જીતનો સિલસિલો પણ તૂટી ગયો છે. વર્ષ 2019 બાદ પ્રથમ વખત ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડમાં T20 ઈન્ટરનેશનલ મેચમાં હાર મળી છે. મેચ બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની નિરાશા વ્યક્ત કરી હતી અને આગામી મેચમાં વાપસી કરવાનો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો.

બોલિંગમાં અમે થોડા ખરાબ સાબિત થયા: શ્રેયસ ઐયર

મેચ પૂર્ણ થયા બાદ બ્રોડકાસ્ટર સાથે વાતચીત દરમિયાન શ્રેયસ ઐયરે સ્વીકાર્યું હતું કે ભારતીય બોલર્સ શરૂઆતમાં દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમને કહ્યું કે "મને લાગે છે કે શરૂઆતમાં અમારી બોલિંગ થોડી ખરાબ રહી હતી. ખાસ કરીને ત્રીજી ઓવરથી ન્યૂઝીલેન્ડને મોમેન્ટમ મળી ગયું હતું. અમારા કેટલાક બોલર્સે દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્લેન ફિલિપ્સની ઈનિંગ શાનદાર રહી હતી. તેમને કેટલાક અદ્ભુત શોટ્સ રમ્યા હતા."

શ્રેયસ ઐયરે ગ્લેન ફિલિપ્સની બેટિંગનાં વખાણ કરતાં કહ્યું કે તે સમગ્ર સિરીઝમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેના પ્રદર્શનમાંથી ઘણું શીખવા જેવું છે. આ સાથે જ ભારતીય ટીમે પોતાની બોલિંગમાં ક્યાં સુધારો કરવાની જરૂર છે તેનું વિશ્લેષણ કરવું પડશે.

આગામી મેચ માટે નવી રણનીતિ બનાવશે ટીમ ઈન્ડિયા

શ્રેયસ ઐયરે આગામી મેચને લઈને પણ પોતાની યોજના જણાવી હતી. તેમને કહ્યું કે હવે ભારતીય ટીમ હેમિલ્ટન જવાની છે અને વચ્ચે માત્ર એક દિવસનો બ્રેક છે. તેથી આગામી મેચમાં સંપૂર્ણ ક્ષમતા સાથે મેદાનમાં ઉતરવા માટે ટીમે ફરીથી નવી રણનીતિ તૈયાર કરવી પડશે.

તેમને મેદાનના કદ અંગે પણ વાત કરી હતી. શ્રેયસ ઐયરના જણાવ્યા અનુસાર, ટીમના કેટલાક ખેલાડીઓ માટે આ પ્રકારના મોટા મેદાનમાં રમવાનો અનુભવ નવો હતો. આવી પરિસ્થિતિમાં મેદાનની પરિસ્થિતિને સમજવામાં થોડો સમય લાગે છે. પરંતુ તેને પ્રથમ 3 મેચમાં ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા પણ કરી હતી.

હવે છેલ્લી મેચમાં વાપસી કરવાનો પડકાર

ચોથી મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમ સામે હવે આગામી મેચમાં મજબૂત વાપસી કરવાનો પડકાર રહેશે. ભારતીય બોલિંગ અને બેટિંગ બંને વિભાગમાં સુધારાની જરૂર છે. કેપ્ટન શ્રેયસ ઐયરને આશા છે કે ટીમ ભૂલોમાંથી શીખીને આગામી મેચમાં વધુ સારા પ્રદર્શન સાથે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો: Team India: U19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સહેવાગ અને દ્રવિડના દીકરાઓને મળી તક

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.