Vaibhav Sooryavanshi: બે મેચની નિષ્ફળતા બાદ વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો ખાસ પ્લાન, 204 રનની ઐતિહાસિક ઈનિંગ બાદ ખોલ્યું મોટું રહસ્ય


Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશીએ 204 રનની ઈનિંગ બાદ કર્યો ખુલાસો
Vaibhav Sooryavanshi: બે મેચની નિષ્ફળતા બાદ વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો ખાસ પ્લાન, 204 રનની ઐતિહાસિક ઈનિંગ બાદ ખોલ્યું મોટું રહસ્ય


Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશીએ 204 રનની ઈનિંગ બાદ કર્યો ખુલાસો
Vaibhav Sooryavanshi: 15 વર્ષના ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈન્ડિયા-A તરફથી UAE સામે 204 રનની ધમાકેદાર ઈનિંગ રમીને ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે. મંગળવારે (24 નવેમ્બર) 2026 રાઈઝિંગ સ્ટાર એશિયા કપમાં રમાયેલી આ મેચમાં વૈભવે અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. તેને સૌથી ઝડપી લિસ્ટ-A સદી અને બેવડી સદી ફટકારવાની સાથે સૌથી ઝડપી 150 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.
પરંતુ આ ઐતિહાસિક ઈનિંગ પહેલાં ટૂર્નામેન્ટની શરૂઆતની 2 મેચ વૈભવ માટે ખાસ રહી ન હતી. નેપાળ સામેની પ્રથમ મેચમાં તે માત્ર 26 રન બનાવી શક્યો હતો, જ્યારે પાકિસ્તાન-A સામેની મેચમાં 11 રનના સ્કોરે આઉટ થયો હતો. સતત 2 મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા બાદ વૈભવે UAE સામે ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો.
204 રનની ઈનિંગ માટે શું હતી વૈભવની પ્લાનિંગ?
UAE સામેની શાનદાર ઈનિંગ બાદ વૈભવે પોતાની બેટિંગની રણનીતિ અંગે ખુલાસો કર્યો હતો. તેને કહ્યું હતું કે, “છેલ્લી બે મેચમાં હું સેટ તો થયો હતો, પરંતુ મોટો સ્કોર બનાવી શક્યો ન હતો. તેથી આ મેચમાં શરૂઆતમાં થોડો સમય લેવાની યોજના બનાવી હતી. પરંતુ 1-2 બોલ રમ્યા બાદ મને લાગ્યું કે પિચ પરથી બોલર્સને વધારે મદદ મળી રહી નથી. તેથી મેં મારી તાકાત પર ભરોસો રાખ્યો.”
બેટિંગ વખતે વૈભવના મનમાં શું ચાલતું હતું?
બેટિંગ દરમિયાન પોતાની વિચારધારા વિશે વૈભવે જણાવ્યું હતું કે તેના મનમાં કંઈ ખાસ ચાલી રહ્યું ન હતું. તેને કહ્યું કે જો વિકેટ પરથી બોલર્સને મદદ મળતી હોત તો તે થોડો સમય લઈને લાંબી ઈનિંગ રમવાનો પ્રયાસ કરત. પરંતુ પિચ સારી હતી અને બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો હતો. તેથી તેને પોતાની રમત પર વિશ્વાસ રાખ્યો હતો.
વૈભવે પોતાની માનસિકતા અંગે શું કહ્યું?
પોતાની માનસિકતા વિશે વાત કરતાં 15 વર્ષના વૈભવે કહ્યું હતું કે તેની વિચારસરણીમાં કંઈ અલગ ન હતું. તેનો પ્રયાસ લાંબી ઈનિંગ રમવાનો હતો. જો શરૂઆતમાં રમત તેના નિયંત્રણમાં ન હોત તો તે થોડો સમય લેત. પરંતુ તે ઝડપથી રમત પર નિયંત્રણ મેળવી શક્યો અને ત્યારબાદ પોતાની સ્ટાઈલથી પ્રમાણે બેટિંગ કરી હતી.
આ રીતે શરૂઆતની 2 મેચમાં નિષ્ફળતા બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની ભૂલોમાંથી શીખીને UAE સામે ધમાકેદાર પ્રદર્શન કર્યું અને રેકોર્ડબુકમાં પોતાનું નામ નોંધાવ્યું.
આ પણ વાંચો: Priyansh Arya: પ્રિયાંશ આર્યએ રચ્યો ઈતિહાસ, 68 બોલમાં ફટકાર્યા 181 રન




