Priyansh Arya: પ્રિયાંશ આર્યએ રચ્યો ઈતિહાસ, 68 બોલમાં ફટકાર્યા 181 રન


Priyansh Arya: પ્રિયાંશ આર્યએ કેએલ રાહુલનો રેકોર્ડ તૂટ્યો
Priyansh Arya: પ્રિયાંશ આર્યએ રચ્યો ઈતિહાસ, 68 બોલમાં ફટકાર્યા 181 રન


Priyansh Arya: પ્રિયાંશ આર્યએ કેએલ રાહુલનો રેકોર્ડ તૂટ્યો
Priyansh Arya: ભારતીય ક્રિકેટમાં 24 નવેમ્બરનો દિવસ T20 ક્રિકેટ માટે યાદગાર બની ગયો છે. દિલ્હીનો યુવા બેટર પ્રિયાંશ આર્યએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી નવો ઈતિહાસ રચ્યો છે. તમિલનાડુ સામે રમાયેલી મેચમાં તેને માત્ર 68 બોલમાં 181 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ સાથે તે T20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ રમનાર બેટર બની ગયો છે. પરંતુ તે વિશ્વનો સૌથી મોટો T20 સ્કોર બનાવવાનો રેકોર્ડ તોડવાથી માત્ર 8 રન દૂર રહી ગયો હતો.
36 બોલમાં સદી ફટકારી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હી અને તમિલનાડુ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હી પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમની શરૂઆત સારી રહી ન હતી. યશ ધુલ માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે નીતિશ રાણાએ 18 રનનું યોગદાન આપ્યું હતું. એક તરફ વિકેટો પડતી રહી, પરંતુ બીજી તરફ કેપ્ટન પ્રિયાંશ આર્યએ પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી.
પ્રિયાંશે માત્ર 36 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેને 4 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. સદી બાદ પણ તેની બેટિંગનો આક્રમક અંદાજ યથાવત રહ્યો હતો. તેને મેદાનના ચારે તરફ શાનદાર શોટ્સ ફટકારીને તમિલનાડુના બોલર્સને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.
KL રાહુલનો રેકોર્ડ તોડ્યો
પ્રિયાંશ આર્યએ 68 બોલમાં 181 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે કુલ 7 ચોગ્ગા અને 19 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 266.18નો રહ્યો હતો. આ સાથે તેને T20 ક્રિકેટમાં ભારતીય બેટર તરીકે સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગનો KL રાહુલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
પરંતુ પ્રિયાંશ વિશ્વ રેકોર્ડ બનાવવાથી ચૂકી ગયો હતો. T20 ક્રિકેટમાં સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગનો રેકોર્ડ લ્હુઆન-ડ્રે પ્રિટોરિયસના નામે છે. તેને 79 બોલમાં અણનમ 188 રન બનાવ્યા હતા. જો પ્રિયાંશ વધુ 8 રન બનાવી શક્યો હોત, તો આ વિશ્વ રેકોર્ડ પણ તેના નામે થઈ શક્યો હોત.
દિલ્હીએ બનાવ્યો 275 રનનો વિશાળ સ્કોર
પ્રિયાંશની 181 રનની યાદગાર ઈનિંગના આધારે દિલ્હીની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 275 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે ટીમનો અન્ય કોઈ બેટર અડધી સદી સુધી પહોંચી શક્યો ન હતો. પ્રિયાંશની આ ઈનિંગ સાથે તે T20 ક્રિકેટમાં 170થી વધુ રન બનાવનાર ભારતનો ચોથો બેટર પણ બન્યો છે.
આ પણ વાંચો: Team India: 14.2 ઓવરમાં 250 રનનો ટાર્ગેટ ચેઝ, ભારત-Aએ તોડ્યો પાકિસ્તાનનો 23 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ




