India Vs Pakistan મેચ આ દિવસે રમાશે, U19 એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર


India Vs Pakistan
India Vs Pakistan મેચ આ દિવસે રમાશે, U19 એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર


India Vs Pakistan
India Vs Pakistan: એશિયન ક્રિકેટ કાઉન્સિલે આગામી મેન્સ અંડર-19 એશિયા કપ 2026 માટે શેડ્યૂલ જાહેર કર્યો છે. 9 દિવસની આ ટુર્નામેન્ટ 5 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી ઓમાનના 2 અલગ અલગ સ્થળોએ યોજાશે.
આ ટુર્નામેન્ટમાં 8 આઠ ટીમો ભાગ લેશે, જેને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. તેથી, આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કરતાં વધુ મેચ થવાની શક્યતા છે.
ડિસેમ્બર 2025 માં રમાયેલી પાછલી સીઝનની ફાઈનલમાં ભારતને હરાવીને પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો હતો. હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પાકિસ્તાન અંડર-19 ટીમ પોતાના ટાઈટલનો બચાવ કરશે.
અંડર-19 એશિયા કપ 2026નું ફોર્મેટ
અંડર-19 એશિયા કપ 2026માં ભાગ લેનારી 8 ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં 4 ટીમોનો સમાવેશ થાય છે. ગ્રુપ A માં ભારત અને પાકિસ્તાન, યુએઈ અને નેપાળનો સમાવેશ થાય છે. ગ્રુપ B માં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને મલેશિયાનો સમાવેશ થાય છે. ગ્રુપ સ્ટેજમાં કુલ 12 મેચ રમાશે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. બંને સેમીફાઈનલ 12 નવેમ્બરે રમાશે, જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ 14 નવેમ્બરે યોજાશે.
ટુર્નામેન્ટની બધી 15 મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ફાઈનલ સિવાય 2 દિવસમાં 2 મેચ રમાશે. આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે, જેમ કે 2025માં યુએઈમાં રમાયેલી સીઝનમાં રમાઈ હતી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">𝐎𝐦𝐚𝐧 𝐢𝐬 𝐚𝐥𝐥 𝐬𝐞𝐭 𝐭𝐨 𝐰𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐀𝐬𝐢𝐚’𝐬 𝐛𝐫𝐢𝐠𝐡𝐭𝐞𝐬𝐭 𝐲𝐨𝐮𝐧𝐠 𝐜𝐫𝐢𝐜𝐤𝐞𝐭𝐢𝐧𝐠 𝐭𝐚𝐥𝐞𝐧𝐭 🇴🇲
The #DPWorldMensU19AsiaCup2026 gets underway on November 5 ~ with the continent’s top U19 sides set to battle it out for the title 🏆
#ACC https://t.co/tol77z81yK</p>— AsianCricketCouncil (@ACCMedia1) <a href="https://x.com/ACCMedia1/status/2108101271907672339?ref_src=twsrc%5Etfw">October 8, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, યુએઈ અને નેપાળ.
ગ્રુપ B: શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને મલેશિયા.
ભારત-પાકિસ્તાન વચ્ચે 8 નવેમ્બરે મેચ થશે
અંડર-19 એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ અપેક્ષિત મેચ 8 નવેમ્બરના રોજ રમાશે. બંને ટીમ ઓમાનના ઓસીએ ગ્રાઉન્ડ 1 ખાતે ટકરાશે. આ મેચ ગ્રુપ A માં બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે, અને વિશ્વ તેના પર નજીકથી નજર રાખશે. ગયા વર્ષે ટુર્નામેન્ટની ફાઈનલમાં પણ ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમો ટકરાઈ હતી.
ડિસેમ્બર 2025માં ફરહાન યુસુફના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન અંડર-19 ટીમે દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઈનલ મેચમાં ભારતને 191 રનથી હરાવીને પોતાનો બીજો અંડર-19 એશિયા કપ ટાઈટલ જીત્યો હતો. હવે ભારતીય ટીમ પાસે 2026 ની સીઝનમાં પાકિસ્તાન સામેની તેમની અગાઉની ગ્રુપ સ્ટેજ હારનો બદલો લેવાની અને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરવાની તક હશે. બંને ટીમો વચ્ચે રોમાંચક સ્પર્ધાની અપેક્ષા છે.
આ પણ વાંચો: ODI World Cup 2027ની રેસમાં સામેલ થયું અમેરિકા, ક્વોલિફાયરમાં મેળવ્યું સ્થાન





