Team India: U19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સહેવાગ અને દ્રવિડના દીકરાઓને મળી તક


Team India
Team India: U19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સહેવાગ અને દ્રવિડના દીકરાઓને મળી તક


Team India
Team India: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અંડર-19 એશિયા કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ઓમાનના મસ્કટમાં 5થી 14 નવેમ્બર દરમિયાન રમાનારી આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની કમાન લક્ષ્ય રાયચંદાનીને સોંપવામાં આવી છે. આ ટીમમાં ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને પણ સ્થાન મળ્યું છે. આ બંને યુવા ખેલાડીઓના પ્રદર્શન પર ક્રિકેટ ફેન્સની ખાસ નજર રહેશે.
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
50 ઓવરના ફોર્મેટમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ભારતીય ટીમને ગ્રુપ-Aમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત સિવાય પાકિસ્તાન, નેપાળ અને UAEની ટીમો સામેલ છે.
ભારતીય ટીમ 6 નવેમ્બરે નેપાળ સામે પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 8 નવેમ્બરે દિવાળીના ખાસ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં ભારત 10 નવેમ્બરે UAE સામે ટકરાશે.
દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. બંને સેમીફાઈનલ 12 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઈનલ મેચ 14 નવેમ્બરે યોજાશે. તમામ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગ્યે શરૂ થશે.
અંડર-19 એશિયા કપ માટે ભારતીય ટીમ
ભારતીય ટીમમાં કુલ 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સહેવાગ, વી.કે. વિનીત, યશવર્ધન સિંહ ચૌહાણ (વાઈસ કેપ્ટન), કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), રજત બઘેલ (વિકેટકીપર), વી. યશવીર, આર્યન સવસાની, મોહિત ઉલવા, કાવ્યા પટેલ, શાવિન વિનોદ, ઈશાન સૂદ.
આર્યવીર સહેવાગ અને અન્વય દ્રવિડનું પ્રદર્શન કેવું રહ્યું છે?
આર્યવીર સહેવાગે અત્યાર સુધી 3 યુથ વનડે મેચ રમી છે, જેમાં 36.33ની એવરેજથી 109 રન બનાવ્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 47 રન રહ્યો છે. બીજી તરફ, અન્વય દ્રવિડે 4 યુથ વનડે મેચમાં 37ની એવરેજથી 148 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી એક અડધી સદી પણ જોવા મળી છે. હવે આ બંને યુવા ખેલાડીઓને એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળશે. ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચમાં તેમનું પ્રદર્શન કેવું રહે છે તેના પર ફેન્સની નજર રહેશે.
આ પણ વાંચો: IND Vs NZ: ભારતની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે 7 વર્ષ બાદ હરાવ્યું, ફિલિપ્સ અને ડફી બન્યા જીતના હીરો





