Umesh Yadav: ઉમેશ યાદવે લીધી 5 વિકેટ, 2 વર્ષ પછી રણજી ટ્રોફીમાં કરી વાપસી


Umesh Yadav
Umesh Yadav: ઉમેશ યાદવે લીધી 5 વિકેટ, 2 વર્ષ પછી રણજી ટ્રોફીમાં કરી વાપસી


Umesh Yadav
Umesh Yadav: 38 વર્ષની ફાસ્ટ બોલર ઉમેશ યાદવ લગભગ 2 વર્ષ પછી રણજી ટ્રોફીમાં પરત ફર્યો છે. પંજાબ તરફથી રમતા તેને આસામ સામેની એક ઈનિંગમાં 5 વિકેટ લીધી. ચંદીગઢમાં રમાઈ રહેલી મેચના બીજા દિવસે પંજાબે તેની શાનદાર બોલિંગને કારણે આસામને 373 રન પર રોકી દીધું.
ડિસેમ્બર 2024 પછી તેની પહેલી રણજી મેચ રમતા ઉમેશ યાદવે 2 દિવસમાં 24 ઓવર ફેંકી અને 70 રન આપીને 5 વિકેટ લીધી. તેને પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 16મી વખત એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી.
ઉમેશ યાદવ ઈનિંગની શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે
ઉમેશે મેચના પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી, ઓપનર રિષભ દાસને એક પણ રન વગર આઉટ કર્યો અને ત્યારબાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા રાજવીર સિંહને આઉટ કર્યો. ત્યારબાદ સોમવારે તેને આસામના નીચલા ક્રમના બેટ્સમેન અમલાન જ્યોતિ દાસ, મુખ્તાર હુસૈન અને મોહિત ઠાકુરને આઉટ કર્યા, જેનાથી પંજાબે આસામને 400 થી ઓછા રનમાં રોકી દીધો.
ઉમેશ યાદવે પહેલી ઈનિંગમાં 24 ઓવર ફેંકી હતી
આ મેચમાં ઉમેશ યાદવે 24 ઓવર ફેંકી હતી, જેમાં તેને 70 રન આપીને 5 વિકેટ લીધી હતી. જ્યારે પંજાબના 26 વર્ષના યુવા ફાસ્ટ બોલર ગુરનુર બ્રારે 23 ઓવર ફેંકી હતી. આસામના મિડલ ઓર્ડર બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન છતાં આ બંને બોલર્સે મળીને રન રેટ પર બ્રેક લગાવી અને તેમને મોટો સ્કોર બનાવતા અટકાવ્યા. કેપ્ટન દાનિશ દાસ અને શિબશંકર રોયની શાનદાર સદીઓએ આસામની ઈનિંગને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દાનિશે 186 બોલમાં 103 રનની ઈનિંગ રમી હતી. શિબશંકર રોય 143 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો.
ઉમેશ યાદવે અત્યાર સુધીમાં 124 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે
ઉમેશ યાદવે અત્યાર સુધીમાં 124 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ સમય દરમિયાન તેને 226 ઈનિંગમાં 29.71 ની એવરેજથી 380 વિકેટ લીધી છે. એક ઈનિંગમાં તેનું બેસ્ટ પ્રદર્શન 48 રનમાં 7 વિકેટ રહ્યું છે. તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 વખત 5 વિકેટ લીધી છે. વિદર્ભ છોડ્યા પછી લોકો કહી રહ્યા હતા કે ઉમેશ યાદવ હવે નાની ટીમ માટે રમશે. પરંતુ ઉમેશે સ્પષ્ટ કર્યું કે ખરાબ ટીમમાં જોડાવાને બદલે તે એક મોટી અને મજબૂત ટીમ માટે રમવા માગતો હતો જે સારું પ્રદર્શન કરી રહી હતી. તેથી જ તે મજબૂત પંજાબ ટીમમાં જોડાયો.
આ પણ વાંચો: Virat Kohliની 'પ્રોફેશનલ પિચ' પર એન્ટ્રી, બનાવ્યું લિંક્ડઈન એકાઉન્ટ, વાયરલ થઈ પહેલી પોસ્ટ





