Get News Alerts

Never miss breaking news updates.

Virat Kohliની 'પ્રોફેશનલ પિચ' પર એન્ટ્રી, બનાવ્યું લિંક્ડઈન એકાઉન્ટ, વાયરલ થઈ પહેલી પોસ્ટ

Virat Kohli: વિરાટ કોહલીએ ક્રિકેટથી દૂર એક મોટો નિર્ણય કર્યો છે. તેને પોતાનું લિંક્ડઈન એકાઉન્ટ બનાવ્યું અને ઈન્વેસ્ટર તરીકેની પોતાની સફરની શરૂઆત શેર કરી. તેની પોસ્ટ વાયરલ થઈ છે.
Nancy ShuklaUpdated on: 13 Oct 2026 03:00 PM IST
Virat Kohliની 'પ્રોફેશનલ પિચ' પર એન્ટ્રી, બનાવ્યું લિંક્ડઈન એકાઉન્ટ, વાયરલ થઈ પહેલી પોસ્ટVirat Kohliની 'પ્રોફેશનલ પિચ' પર એન્ટ્રી, બનાવ્યું લિંક્ડઈન એકાઉન્ટ, વાયરલ થઈ પહેલી પોસ્ટ

Virat Kohli

Virat Kohli: વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે. વિરાટ કોહલી તેના ઈન્ટરનેશનલ કરિયરના અંતની નજીક છે અને હવે તેને ઘણા વ્યવસાયો શરૂ કર્યા છે. આ કારણોસર 37 વર્ષના ખેલાડીએ ક્રિકેટ ક્ષેત્રથી વ્યાવસાયિક પીચ તરફ આગળ વધવાનું નક્કી કર્યું છે. તેને પોતાનું લિંક્ડઈન એકાઉન્ટ બનાવ્યું, અને તેની પહેલી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં વિરાટે તેના નવા પ્રોફેશન વિશે વાત કરી.

વિરાટ કોહલીએ લિંક્ડઈન પર એકાઉન્ટ બનાવ્યું

વિરાટ કોહલી પોતાની બ્રાન્ડ બનાવી રહ્યો છે. તેને વિવિધ વ્યવસાયોમાં રોકાણ કર્યું છે. તે હાલમાં સ્પોર્ટ્સવેર બ્રાન્ડ એજિલિટાસમાં રોકાણકાર છે અને One8Worldના સહ-સ્થાપક પણ છે. થોડા મહિના પહેલા તેને એજિલિટાસ બ્રાન્ડ લોન્ચ કરી હતી, અને હવે વિરાટ કોહલીએ વ્યવસાયની દુનિયામાં એક પગલું આગળ વધાર્યું છે. લિંક્ડઈન એ વિશ્વનું સૌથી મોટું વ્યાવસાયિક નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, જેમાં 1 અબજથી વધુ સભ્યો છે.

વિરાટ કોહલીએ LinkedIn પર એક એકાઉન્ટ બનાવ્યું છે, જ્યાં તેને પોતાના પ્રોફેશનલ વિશે વિગતો પોસ્ટ કરી છે. વિરાટ કોહલીની પહેલી પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોતાની પોસ્ટમાં વિરાટે પ્રોફેશનલ દુનિયામાં પોતાની નવી શરૂઆત વિશે વાત કરી. તેને કહ્યું કે "હું એક એવું ભારત જોવા માગતો હતો જ્યાં દરેક રમત રમાય અને તેનું સન્માન કરવામાં આવે. હવે આ સ્વપ્ન સાકાર થવાના આરે છે. નવી પેઢી સાબિત કરી રહી છે કે ભારત વિશ્વના શ્રેષ્ઠ રમતવીરો ઉત્પન્ન કરી શકે છે."

VK.webp

પોતાના પ્રોફેશનલ કરિયર વિશે વાત કરતા વિરાટે લખ્યું છે કે "મેં એજિલિટાસમાં રોકાણકાર તરીકે જોડાવાનું નક્કી કર્યું છે અને હું One8Worldનો કો-ફાઉન્ડર પણ છું. મેં મારા કરિયર દરમ્યાન જે ભરોસો કર્યો છે તેના આધારે One8 બનાવ્યું છે. અમે આ બ્રાન્ડને દુનિયા સમક્ષ રજૂ કરવા માગીએ છીએ. મારા શહેરમાં અને દરેક જગ્યાએ હજારો લોકોની સામે One8World જોવું એ મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંથી એક છે. મારું સ્વપ્ન સ્પષ્ટ છે. હવે કંઈક મોટું બનાવવાનો સમય છે, જે આપણી બધી અપેક્ષાઓ પૂર્ણ કરશે. અમે આ સફર પર છીએ."

વિરાટ કોહલી ક્યારે મેદાનમાં પાછો ફરશે?

વિરાટ કોહલીએ પોતાની છેલ્લી વનડે મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે ન્યૂ ચંદીગઢમાં રમી હતી. તે મેચમાં તે સસ્તામાં આઉટ થયો હતો. પરંતુ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલી 4 નવેમ્બરે ટીમ ઈન્ડિયાની જર્સીમાં પાછો ફરશે. હકીકતમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે સિરીઝ આવતા મહિને શરૂ થઈ રહી છે. વિરાટ આ સિરીઝમાં રમતા જોવા મળશે.

આ પણ વાંચો: Shubman Gill: શુભમન ગિલે રચ્યો ઈતિહાસ, અભિષેક શર્માને હરાવીને ICCનો મોટો એવોર્ડ જીત્યો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.