U19 Asia Cup: અંડર-19 એશિયા કપની ચારેય સેમીફાઈનલ ટીમ નક્કી, ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે ટક્કર!


U19 Asia Cup: ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલની શક્યતા
U19 Asia Cup: અંડર-19 એશિયા કપની ચારેય સેમીફાઈનલ ટીમ નક્કી, ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે ટક્કર!


U19 Asia Cup: ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલની શક્યતા
U19 Asia Cup: ACC અંડર-19 એશિયા કપ 2026માં હવે ખિતાબની જંગ વધુ રોમાંચક બનવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની ચારેય સેમીફાઈનલ ટીમ નક્કી થઈ ગઈ છે. ભારતીય ટીમે UAEને હરાવીને અંતિમ 4 માં સ્થાન મેળવી લીધું છે. હવે સેમીફાઈલમાં ભારતની મેચ અફઘાનિસ્તાન સામે થશે, જ્યારે બીજી સેમીફાઈનલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો આમને-સામને આવશે. બંને સેમીફાઈનલ મેચ 12 નવેમ્બરે રમાશે. આ પરિણામોને કારણે ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની શક્યતા વધી ગઈ છે.
UAE સામે ભારતનો 70 રને શાનદાર વિજય
ભારતીય ટીમે 10 નવેમ્બરે રમાયેલી મેચમાં UAEને 70 રને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતની જીતમાં આર્યવીર સહેવાગે સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને શાનદાર બેટિંગ કરીને 160 રનની યાદગાર ઈનિંગ રમી હતી. તેના સિવાય વિનીતે પણ 67 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
બંને બેટ્સમેનની શાનદાર ઈનિંગના આધારે ભારતે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 309 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ વર્તમાન ટૂર્નામેન્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો ટીમ સ્કોર પણ રહ્યો છે.
આર્યવીર સહેવાગે ફટકારી 160 રનની ધમાકેદાર ઈનિંગ
આર્યવીર સહેવાગે 168 બોલમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 160 રન બનાવ્યા હતા. તેને શરૂઆતમાં સંભાળીને બેટિંગ કરી હતી, પરંતુ ક્રીઝ પર સેટ થયા બાદ UAEના બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી.
309 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમ ભારતીય બોલર્સ સામે ટકી શકી ન હતી. ઈશાન સૂદે શાનદાર બોલિંગ કરીને 4 વિકેટ ઝડપી હતી. પરંતુ અંતિમ ઓવરોમાં ખુદાદાદ અને અયૂબીએ ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા ન હતા.
બીજી મેચમાં પાકિસ્તાન સામે ભારતને મળી હતી હાર
ભારતીય ટીમે ટૂર્નામેન્ટની શરૂઆત નેપાળ સામે જીત સાથે કરી હતી. પરંતુ બીજી મેચમાં પાકિસ્તાન સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સેમીફાઈનલમાં પહોંચવા માટે UAE સામે જીત મેળવવી જરૂરી હતી. ભારતીય ખેલાડીઓએ દબાણ વચ્ચે શાનદાર પ્રદર્શન કરીને અંતિમ 4 માં સ્થાન મેળવ્યું છે.
U19 એશિયા કપ 2026 સેમિફાઇનલનું સંપૂર્ણ શેડ્યૂલ
પ્રથમ સેમીફાઈનલ - પાકિસ્તાન U19 Vs બાંગ્લાદેશ U19 - 12 નવેમ્બર, સવારે 10:30
બીજી સેમીફાઈનલ - અફઘાનિસ્તાન U19 Vs ભારત U19 - 12 નવેમ્બર, સવારે 10:30
સ્થળ: અલ અમરાત ક્રિકેટ ગ્રાઉન્ડ, ઓમાન
બંને સેમીફાઈનલ મેચ અલ અમરાતના મિનિસ્ટ્રી ટર્ફ-1 અને ટર્ફ-2 મેદાન પર રમાશે. આ બંને મેચની વિજેતા ટીમો 14 નવેમ્બરે ફાઈનલમાં ટકરાશે. જો ભારત અને પાકિસ્તાન પોતાની સેમીફાઈનલ મેચ જીતી જાય તો ક્રિકેટ ફેન્સને ફરી એકવાર બંને દેશો વચ્ચે હાઈવોલ્ટેજ ફાઈનલ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: Rishabh Pant: રિષભ પંતની ફિટનેસને લઈને મોટા સમાચાર, ન્યૂઝીલેન્ડ જતાં પહેલાં થશે અંતિમ ટેસ્ટ




