Rishabh Pant: રિષભ પંતની ફિટનેસને લઈને મોટા સમાચાર, ન્યૂઝીલેન્ડ જતાં પહેલાં થશે અંતિમ ટેસ્ટ

Rishabh Pant: રિષભ પંતની ફિટનેસ અંગે 12 નવેમ્બરે અંતિમ પરીક્ષણ થશે. BCCIની મંજૂરી મળતાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેમની વાપસી થઈ શકે છે.
Nancy Shukal
Nancy Shukal
Rishabh Pant: રિષભ પંતની ફિટનેસ અંગે સામે આવ્યું અપડેટRishabh Pant: રિષભ પંતની ફિટનેસ અંગે સામે આવ્યું અપડેટ

Rishabh Pant: રિષભ પંતની ફિટનેસ અંગે સામે આવ્યું અપડેટ

Rishabh Pant: ભારતીય ક્રિકેટ ટીમ માટે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ટૂંક સમયમાં મેદાન પર વાપસી કરી શકે છે. ઈજાના કારણે ક્રિકેટથી દૂર રહેલા રિષભ પંતની ફિટનેસ અંગે 12 નવેમ્બરે મહત્ત્વપૂર્ણ પરીક્ષણ કરવામાં આવશે. બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે તેનો ફિટનેસ અને મેચ સિમ્યુલેશન ટેસ્ટ યોજાશે. આ પરીક્ષણ બાદ જ તેમને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રમવાની અંતિમ મંજૂરી મળી શકે છે.

રિષભ પંતને ટૂંક સમયમાં મળી શકે છે લીલી ઝંડી

મીડિયા રિપોર્ટ મજબ રિષભ પંતે સેન્ટર ઓફ એક્સેલન્સમાં બેટિંગ અને વિકેટકીપિંગની સારી પ્રેક્ટિસ કરી છે. નેટ્સમાં તે સહજ રીતે બેટિંગ કરતા જોવા મળ્યા છે. તેની બેટિંગમાં પણ સારો ટચ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી પ્રેક્ટિસની તસવીરોમાં પણ પંત સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

હવે 12 નવેમ્બરે યોજાનારી ફિટનેસ ટેસ્ટ તેમના માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. જો તે આ પરીક્ષણમાં સફળ રહેશે તો મેડિકલ ટીમ તરફથી તેને લીલી ઝંડી મળી શકે છે. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ સાથે જોડાઈ શકે છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 17 નવેમ્બરથી વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાવાની છે. જ્યારે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ 27 નવેમ્બરથી ક્રાઈસ્ટચર્ચમાં યોજાશે.

ઈજાના કારણે ઈન્ડિયા Aની મેચોમાંથી થયો હતો બહાર

રિષભ પંતને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં યોજાનારી 3 ઈન્ડિયા A મેચો માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી ફિટનેસની મંજૂરી ન મળતાં તે એકપણ મેચ રમી શક્યા ન હતો.

શ્રીનગરમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા અને જમ્મુ-કાશ્મીર વચ્ચે રમાયેલી ઈરાની કપની મેચ દરમિયાન રિષભ પંતને સાઈડ સ્ટ્રેનની સમસ્યા થઈ હતી. ત્યારબાદ તેમને ઈન્ડિયા A ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા અને તેણે સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિલિટેશન શરૂ કર્યું હતું.

શ્રીલંકા સામે કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ બાદ રિષભ પંતે કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. હવે 12 નવેમ્બરના અંતિમ ફિટનેસ ટેસ્ટ પર સૌની નજર રહેશે. આ ટેસ્ટમાં સફળતા મળતાં જ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં તેના પરત ફરવાની વાત કન્ફર્મ થઈ શકે છે.

આ પણ વાંચો: IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટ્રેડ પર BCCIની મહોર! MI અને PBKS વચ્ચે થઈ મોટી ડીલ