Get News Alerts

Never miss breaking news updates.

ICCના નવા ઉપાધ્યક્ષ બન્યા તવેંગવા મુકુહલાની, જય શાહ સાથે સંભાળશે મહત્વપૂર્ણ જવાબદારી

ICC: તવેંગવા મુકુહલાનીને ICCમાં એક વરિષ્ઠ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ICCએ જાહેરાત કરી છે કે તેઓ આ પદ પર કામ કરશે.
Nancy ShuklaUpdated on: 17 Sep 2026 06:32 PM IST
ICCના નવા ઉપાધ્યક્ષ બન્યા તવેંગવા મુકુહલાની, જય શાહ સાથે સંભાળશે મહત્વપૂર્ણ જવાબદારીICCના નવા ઉપાધ્યક્ષ બન્યા તવેંગવા મુકુહલાની, જય શાહ સાથે સંભાળશે મહત્વપૂર્ણ જવાબદારી

ICC

ICC: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે તવેંગવા મુકુહલાનીને તેના ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા છે. તેઓ નવેમ્બર 2027 સુધી આ પદ સંભાળશે. તવેંગવા મુકુહલાની હાલમાં ઝિમ્બાબ્વે ક્રિકેટના પ્રમુખ છે અને ICC બોર્ડમાં દેશનું પ્રતિનિધિત્વ કરે છે. ઈમરાન ખ્વાજાના રાજીનામા બાદ તેમને આ ભૂમિકા સંભાળી છે.

પ્રથમ ઝિમ્બાબ્વેન બન્યો

તવેંગવા મુકુહલાની ICCની ફાઈનાન્સ અને કોમર્શિયલ અફેર્સ અને નોમિનેશન કમિટીમાં પણ સેવા આપે છે. તેઓ ICCની માનવ સંસાધન અને મહેનતાણું સમિતિના અધ્યક્ષ છે. તેઓ ICCના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ઝિમ્બાબ્વેના પણ બન્યા. આ પહેલા કોઈ પણ ઝિમ્બાબ્વેના વ્યક્તિએ ICCના ઉપપ્રમુખનું પદ સંભાળ્યું નથી.

જય શાહે અભિનંદન પાઠવ્યા

જય શાહે તવેંગવા મુકુહલાનીને અભિનંદન પાઠવ્યા. તેમને કહ્યું કે "હું તવેંગવા મુકુહલાનીને ICC ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવવા બદલ દિલથી અભિનંદન પાઠવું છું. તવેંગવા મુકુહલાનીએ તેમના સાથી ડાયરેક્ટરોનો વિશ્વાસ મેળવ્યો છે, અને હું અમારા સભ્ય સંગઠનોમાં ક્રિકેટને મજબૂત બનાવવા અને વિકાસ માટે વધુ તકો ઊભી કરવા માટે તેમની સાથે નજીકથી કામ કરવા આતુર છું."

તવેંગવા મુકુહલાનીએ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા બાદ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે "મારા સાથી ICC બોર્ડ ડિરેક્ટરોએ મારા પર મૂકેલા વિશ્વાસ બદલ હું ખૂબ જ સન્માનિત છું. ICC ઉપપ્રમુખ તરીકે સેવા આપવા બદલ હું આભારી છું."

"હું ચેરમેન શ્રી જય શાહ સાથે નજીકથી કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તેમણે પોતાના નેતૃત્વ અને ઉર્જાથી ICC માટે જબરદસ્ત કામ કર્યું છે. તેમણે ક્રિકેટને નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપ્યું છે, અને અમારા સભ્યો માટે તકો ઊભી કરવા અને નવા પ્રેક્ષકો અને બજારો સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે."

તવેંગવા મુકુહલાની આગામી 2027 વર્લ્ડકપ પહેલા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ICCએ આગામી 2027 વર્લ્ડકપ માટે શેડ્યૂલ જાહેર કરી દીધું છે, જે ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા અને નામિબિયામાં રમાશે. ICCએ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વધુમાં બધી ભાગ લેતી ટીમોમાં નોંધપાત્ર ઉત્સાહ છે.

આ પણ વાંચો: Prithvi Shaw અને આકૃતિ અગ્રવાલની સગાઈ તૂટી, એક્ટ્રેસે બ્રેકઅપ પોસ્ટમાં કહી દિલની વાત

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.