Sree Charaniએ રચ્યો ઈતિહાસ, ICC રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન બોલરનો ઓલ ટાઈમ રેકોર્ડ તોડ્યો


Sree Charani
Sree Charaniએ રચ્યો ઈતિહાસ, ICC રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન બોલરનો ઓલ ટાઈમ રેકોર્ડ તોડ્યો


Sree Charani
Sree Charani: ભારતની 22 વર્ષની વિમેન્સ ક્રિકેટર શ્રી ચરણીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના બોલિંગ રેન્કિંગમાં ઈતિહાસ રચ્યો છે. એશિયા કપ અને એશિયન ગેમ્સમાં તેની શાનદાર બોલિંગના આધારે તે 817 રેટિંગ પોઈન્ટ પર પહોંચી ગઈ છે, જે આ ફોર્મેટમાં કોઈપણ બોલર દ્વારા પ્રાપ્ત કરાયેલું સૌથી વધુ રેટિંગ પોઈન્ટ છે.
આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાની મેગન શુટના 806 પોઈન્ટનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જે લગભગ 8 વર્ષથી હતો. શ્રી ચરણીએ તાજેતરના સમયમાં બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
એશિયા કપમાં શ્રી ચરણીએ શાનદાર બોલિંગ કરી
શ્રી ચરણીએ ભારતની આઠમી એશિયા કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન 12 વિકેટ લીધી હતી. શ્રીલંકા સામેની ફાઈનલમાં તેણે શાનદાર બોલિંગ કરી, અને 20 રન આપીને 4 વિકેટ લીધી, જેનાથી ભારતને 72 રનથી મેચ જીતવામાં અને ટ્રોફી મેળવવામાં મદદ મળી. તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20I વિકેટો મેળવનારી ભારતીય બોલર પણ બની . શ્રી ચરણીએ આ વર્ષે અત્યાર સુધીમાં 39 વિકેટો લીધી છે.
ICC T20I રેન્કિંગમાં અત્યાર સુધીની સૌથી વધુ રેટિંગ ધરાવતી વિમેન્સ બોલર
શ્રી ચરણી (ભારત) – 817
મેગન શુટ (ઓસ્ટ્રેલિયા) - 806
સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ) - 802
શબનીમ ઈસ્માઇલ (સાઉથ આફ્રિકા) – 781
શેલી નિત્શ્કે (ઓસ્ટ્રેલિયા) - 780
https://twitter.com/ICC/status/2104866048478703697
શ્રી ચરાની હવે વિમેન્સ T20I બોલર રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટનો રેકોર્ડ ધરાવે છે. મેગન શૂટ 807 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન 802 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
એશિયન ગેમ્સમાં પણ શ્રી ચરણીનું શાનદાર ઉત્તમ રહ્યું
શ્રી ચરણીએ જાપાનમાં એશિયન ગેમ્સમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું. યજમાન ટીમ સામે તેણે તેના કરિયરનું બેસ્ટ પ્રદર્શન કર્યું, 10 રન આપીને 4 વિકેટ લીધી, જેનાથી ભારત સેમીફાઈનલમાં પહોંચ્યું. ત્યારબાદ તેણે 22 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા સામેની ગોલ્ડ મેડલ મેચમાં 2 વિકેટ લીધી, જે ભારતે 147 રનથી જીતી હતી.
આ મજબૂત પ્રદર્શનથી તેને 817 રેટિંગ પોઈન્ટ પ્રાપ્ત કરવામાં મદદ મળી. એશિયન ગેમ્સની ફાઈનલમાં 3 વિકેટ લેનાર દીપ્તિ શર્મા 754 રેટિંગ પોઈન્ટ સાથે T20I બોલિંગ રેન્કિંગમાં પણ બીજા નંબરે છે, જ્યારે ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન 723 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે.
આ પણ વાંચો: Asian Games 2026: નીરુ ઢાંડાએ એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ, ભારતને મળ્યો પાંચમો ગોલ્ડ મેડલ





