Get News Alerts

Never miss breaking news updates.

Smriti Mandhana ભારતીય વિમેન્સ ટીમની બની કેપ્ટન, BCCIએ કરી જાહેરાત, ઝિમ્બાબ્વે સિરીઝ માટે ટીમ જાહેર

Smriti Mandhana: BCCIએ ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લીધો, જેમાં સ્મૃતિ મંધાનાને વનડે અને T20 ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
Nancy ShuklaUpdated on: 06 Oct 2026 09:43 PM IST
Smriti Mandhana ભારતીય વિમેન્સ ટીમની બની કેપ્ટન, BCCIએ કરી જાહેરાત, ઝિમ્બાબ્વે સિરીઝ માટે ટીમ જાહેરSmriti Mandhana ભારતીય વિમેન્સ ટીમની બની કેપ્ટન, BCCIએ કરી જાહેરાત, ઝિમ્બાબ્વે સિરીઝ માટે ટીમ જાહેર

Smriti Mandhana

Smriti Mandhana: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. હરમનપ્રીત કૌરની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટન બનાવવામાં આવી છે. BCCIએ ગુવાહાટીમાં મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો. સ્મૃતિ મંધાનાએ લાંબા સમય સુધી વિમેન્સ ટીમની વાઈસ-કેપ્ટન તરીકે સેવા આપી, હરમનપ્રીત પાસેથી શીખી અને તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું.

સ્મૃતિ મંધાનાએ અગાઉ પોતાની કેપ્ટનશીપ કૌશલ્ય સાબિત કરી છે. તેણે 2024 અને 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને વિમેન્સ પ્રીમિયર લીગ ટાઈટલ અપાવ્યું. સ્મૃતિ 2013 થી ભારતીય ટીમનો ભાગ છે અને આ ભૂમિકામાં તેને નોંધપાત્ર અનુભવ છે. સ્મૃતિ મંધાનાને ફક્ત ODI અને T20I માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેણે અગાઉ 18 T20I અને 4 ODI માં ટીમનું નેતૃત્વ કર્યું છે.

સ્મૃતિ મંધાનાને કેપ્ટન કેમ બનાવવામાં આવી?

BCCI પ્રમુખ મિથુન મિન્હાસ અને સેક્રેટરી જયદીપ સૈકિયાએ પણ સ્મૃતિ મંધાનાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનું કારણ સમજાવ્યું. BCCI પ્રમુખ મિથુન મન્હાસે કહ્યું કે તેમને સ્મૃતિ મંધાનાની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને તેણે પોતાને સાબિત કરી છે. મિથુન મિન્હાસે કહ્યુ કે "હું સ્મૃતિ મંધાનાને ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન આપું છું. તે ઘણા વર્ષોથી ભારતીય ક્રિકેટનો અભિન્ન ભાગ રહી છે અને નેતૃત્વ માટે જરૂરી ગુણો સતત દર્શાવી છે." મિથુન મિન્હાસે વધુમાં કહ્યું કે "BCCIને સ્મૃતિ પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને મને વિશ્વાસ છે કે તે આ ભૂમિકા તે જ વ્યાવસાયિકતા સાથે નિભાવશે જે તેણે તેના કરિયર દરમિયાન દર્શાવી છે."

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">A dawn of a new era ✨

Smriti Mandhana takes charge as the Captain of the Indian Women's cricket team 🇮🇳

Go well, Captain 🫡

More details ▶️ https://t.co/tbLb4jOiCn

#TeamIndia | @mandhana_smriti https://t.co/27AxmrUhKt</p>&mdash; BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2107493922012627165?ref_src=twsrc%5Etfw">October 6, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

BCCI સેક્રેટરીને પણ સ્મૃતિ મંધાના પર વિશ્વાસ

સ્મૃતિ મંધાનામાં વિશ્વાસ વ્યક્ત કરતા દેવજીત સૈકિયાએ કહ્યું કે "આ મહત્વપૂર્ણ જવાબદારી બદલ સ્મૃતિને હાર્દિક અભિનંદન. તે ભારતીય ટીમની સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક બની ગઈ છે અને ભારતીય વિમેન્સ ક્રિકેટની સફરમાં ઘણી મહત્વપૂર્ણ ક્ષણોનો ભાગ રહી છે. તે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું મહત્વ સમજે છે અને મને વિશ્વાસ છે કે તે કેપ્ટન તરીકે આ ભૂમિકા સારી રીતે નિભાવશે."

કેપ્ટન બનવા પર સ્મૃતિ મંધાનાએ શું કહ્યું?

કેપ્ટન બન્યા પછી, સ્મૃતિ મંધાનાએ કહ્યું કે તે તેના માટે ખૂબ જ સન્માનની વાત છે. પોતાના દેશની કેપ્ટનશીપ હંમેશા તેના માટે ઘણી મહત્વની રહી છે. સ્મૃતિ મંધાનાએ કહ્યું કે "હું BCCI, સિલેક્ટર્સ, મારા સાથી ખેલાડીઓ અને મારી સફર દરમિયાન મને સપોર્ટ આપનારા અને વિશ્વાસ કરનારા દરેકનો આભારી છું. હું મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશ."

ઝિમ્બાબ્વે સિરીઝ માટે ભારતીય વિમેન્સ ટીમની ટીમ

ભારતની T20I ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (વાઈસ-કેપ્ટન), નીકી પ્રસાદ, હરમનપ્રીત કૌર, અનુષ્કા શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરાણી, નંદની શર્મા, ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, જિંતિમણી કલિતા, મિન્નુ મણિ.

ભારતની વનડે ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ, તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), વૈષ્ણવી શર્મા, નંદિની શર્મા, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ, સયાલી સતઘરે, રેણુકા ઠાકુર.

આ પણ વાંચો: IND Vs NZ: ભુવનેશ્વર કુમાર 4 વર્ષ પછી પરત ફર્યો, ન્યુઝીલેન્ડ T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.