Get News Alerts

Never miss breaking news updates.

Smriti Mandhanaએ જાપાનમાં રચ્યો ઈતિહાસ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11,000 રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી બની

Smriti Mandhana: સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા સામે ઝડપી રન બનાવ્યા, પોતાની 37મી અડધી સદી પૂરી કરી અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11,000 રન બનાવનારી પ્રથમ મહિલા બની.
Nancy ShuklaUpdated on: 22 Sep 2026 12:08 PM IST
Smriti Mandhanaએ જાપાનમાં રચ્યો ઈતિહાસ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11,000 રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી બનીSmriti Mandhanaએ જાપાનમાં રચ્યો ઈતિહાસ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11,000 રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી બની

Smriti Mandhana

Smriti Mandhana: ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના મહિલા ક્રિકેટમાં 11,000 રન બનાવનારી પ્રથમ બેટ્સમેન બની છે. શ્રીલંકા સામેની એશિયન ગેમ્સની મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી. આ મહિનાની શરૂઆતમાં તે વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની હતી.

પાછલી મેચમાં તે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની હતી. હવે તેણે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે તે તેના કરિયરના એક એવા તબક્કામાં પહોંચી ગઈ છે, જ્યાં તે દરેક મેચમાં નવો રેકોર્ડ બનાવી રહી છે.

સ્મૃતિ મંધાનાએ T20 માં 37મી અડધી સદી ફટકારી

સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા સામેની મેચમાં તેની T20 કરિયરની 37મી અડધી સદી પણ પૂર્ણ કરી. તે વિમેન્સ T20 ક્રિકેટમાં સૌથી વધુ ઈન્ટરનેશનલ રન બનાવનારી ખેલાડી પણ છે, જેને ન્યૂઝીલેન્ડની ભૂતપૂર્વ કેપ્ટન સુઝી બેટ્સને પાછળ છોડી છે. સ્મૃતિ મંધાના T20 ક્રિકેટમાં 5,000 રન પૂર્ણ કરવાની ખૂબ નજીક છે. આમ કરીને તે આ આંકડા સુધી પહોંચનારી પ્રથમ મહિલા ક્રિકેટર બનશે.

79 રને આઉટ થઈ સ્મૃતિ મંધાના

આ મેચમાં સ્મૃતિ મંધાના 79 રનના સ્કોર પર આઉટ થઈ હતી. આ ઈનિંગમાં તેને 5 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેની મજબૂત બેટિંગને કારણે ભારતીય ટીમ મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. તે ભારત માટે T20 મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેનોના લિસ્ટમાં પણ સામેલ થઈ ગઈ છે.

શેફાલી વર્મા આ લિસ્ટમાં ટોપ પર છે, જેણે બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં 9 છગ્ગા ફટકાર્યા હતા. 2018માં ઓસ્ટ્રેલિયા સામે 8 છગ્ગા ફટકારનાર હરમનપ્રીત કૌર બીજા નંબરે છે. આ મેચમાં 7 છગ્ગા ફટકારીને સ્મૃતિ મંધાના ત્રીજા સ્થાને આવી ગઈ છે. તેને હોંગકોંગ સામેની મેચમાં પણ 7 છગ્ગા ફટકાર્યા છે.

આ પણ વાંચો: India Vs Sri Lanka વચ્ચે ગોલ્ડ મેડલ મેચ, ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરવાનો લીધો નિર્ણય

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.