Get News Alerts

Never miss breaking news updates.

India Vs Sri Lanka વચ્ચે ગોલ્ડ મેડલ મેચ, ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરવાનો લીધો નિર્ણય

India Vs Sri Lanka: એશિયન ગેમ્સ 2026 માં ભારત અને શ્રીલંકા ગોલ્ડ મેડલ માટે ક્રિકેટ મેચ રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Nancy ShuklaUpdated on: 22 Sep 2026 10:54 AM IST
India Vs Sri Lanka વચ્ચે ગોલ્ડ મેડલ મેચ, ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરવાનો લીધો નિર્ણયIndia Vs Sri Lanka વચ્ચે ગોલ્ડ મેડલ મેચ, ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરવાનો લીધો નિર્ણય

India Vs Sri Lanka

India Vs Sri Lanka: હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય વિમેન્સ ટીમ 2026 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતે તેવી અપેક્ષા છે. ભારતે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેનો સામનો ચમારી અટાપટ્ટુની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમ સામે થશે.

એશિયા કપ 2026ની ફાઈનલમાં ટકરાઈ હતી આ બંને ટીમ

શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા આ બંને ટીમ એશિયા કપ 2026ની ફાઈનલમાં ટકરાઈ હતી, જ્યાં ભારતીય ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને આઠમી વખત ટ્રોફી જીતી હતી. હવે ભારતીય વિમેન્સ ટીમ તે શાનદાર પ્રદર્શનનું કમબેક કરવા અને ફરી એકવાર ગોલ્ડ જીતવા માટે પ્રયત્ન કરશે.

ભારતનો સેમીફાઈનલ મેચ બાંગ્લાદેશ સામે હતો. તે મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર બેટિંગ કરી અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશ 15.4 ઓવરમાં 81 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. પ્રથમ સેમીફાઈનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું. તે મેચમાં શ્રીલંકાએ 178 રનના ટાર્ગેટનો પીછો ફક્ત 17.5 ઓવરમાં કર્યો.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, ગુણાલન કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટિલ, શ્રી ચરાણી, નંદની શર્મા, ક્રાંતિ ગૌડ

શ્રીલંકાની મહિલા ટીમની પ્લેઈંગ ઈલેવન

ઈમેશા દુલાની, ચમારી અટ્ટાપટુ (કેપ્ટન), હાસીની પરેરા, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, હંસિમા કરુણારત્ને, કૌશાની નુથ્યાંગના (વિકેટકીપર), મિતાલી અયોધ્યા, કાવ્યા કવિંદી, ચામુડી પ્રબોધા, સુગંધિકા કુમારી.

આ પણ વાંચો: Asian Games 2026: ભારતીય મહિલા કબડ્ડી ટીમે કરી શાનદાર શરૂઆત, બાંગ્લાદેશને 42-21થી હરાવ્યું

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.