Ind Vs NZ: શ્રેયસ ઐયરે સ્વીકારી ટીમ ઈન્ડિયાની ભૂલ, કહ્યું- 'અમારી બોલિંગ અને ફિલ્ડિંગ અપેક્ષા મુજબ રહી નહીં'

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામે પાંચમી અને અંતિમ T20માં 7 વિકેટે હાર બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું કે ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ અપેક્ષા મુજબ રહી ન હતી.
Nancy ShuklaUpdated on: 01 Nov 2026 09:43 PM IST
Ind Vs NZ: શ્રેયસ ઐયરે સ્વીકારી ટીમ ઈન્ડિયાની ભૂલ, કહ્યું- 'અમારી બોલિંગ અને ફિલ્ડિંગ અપેક્ષા મુજબ રહી નહીં'Ind Vs NZ: શ્રેયસ ઐયરે સ્વીકારી ટીમ ઈન્ડિયાની ભૂલ, કહ્યું- 'અમારી બોલિંગ અને ફિલ્ડિંગ અપેક્ષા મુજબ રહી નહીં'

Ind Vs NZ

Ind Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 સિરીઝની અંતિમ મેચ હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાયો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-2થી પોતાના નામે કરી હતી. મેચ બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટીમની નબળાઈઓ સ્વીકારતાં કહ્યું કે બોલિંગ અને ફિલ્ડિંગમાં વધુ સારા પ્રદર્શનની જરૂર હતી.

'અમારી બોલિંગ અને ફિલ્ડિંગ અપેક્ષા મુજબ રહી નહીં': શ્રેયસ ઐયર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 સિરીઝની અંતિમ મેચ હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાઈ હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-2થી પોતાના નામે કરી હતી. મેચ બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટીમની નબળાઈઓ સ્વીકારતાં કહ્યું કે બોલિંગ અને ફિલ્ડિંગમાં વધુ સારા પ્રદર્શનની જરૂર હતી.

191 રનનો સ્કોર પૂરતો હતો

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 191 રન બનાવ્યા હતા. પરંતુ ન્યૂઝીલેન્ડે ભારતીય બોલિંગ અને ફિલ્ડિંગની નબળાઈનો લાભ ઉઠાવીને માત્ર 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

મેચ બાદ શ્રેયસ ઐયરે બ્રોડકાસ્ટરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેના મતે ભારતનો સ્કોર ઠીકઠાક હતો. મિડલ ઓવર્સમાં ઈશાન કિશન અને તેને સારી શરૂઆત કરીને ટીમને મોમેન્ટમ અપાવ્યું હતું, પરંતુ ત્યારબાદ સતત વિકેટ ગુમાવવાથી નવા બેટર્સ પર દબાણ વધી ગયું હતું.

શ્રેયસ ઐયરે કહ્યું કે આ પિચ પર બેટિંગ કરવી સરળ ન હતી. બોલ સ્વિંગ અને સીમ થઈ રહ્યો હતો તેમજ પિચ પર પડ્યા બાદ થોડો અટકીને આવી રહ્યો હતો. તેને અને તિલક વર્માએ લગભગ એકસરખી રીતે પોતાની વિકેટ ગુમાવી હતી. પરંતુ 191 રનનો સ્કોર તેના મતે પડકારજનક હતો.

'ફિલ્ડિંગમાં સુધારો કરવાની જરૂર છે'

સિરીઝમાં ટીમની નબળાઈઓ અંગે વાત કરતાં શ્રેયસ ઐયરે કહ્યું કે વિદેશી પરિસ્થિતિઓમાં રમતી વખતે રમતના અલગ-અલગ પાસાંમાં પડકારોનો સામનો કરવો પડે છે. ટીમે આ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ. તેને સ્વીકાર્યું કે ભારતીય ટીમ બોલિંગ અને ફિલ્ડિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શકી હોત. ખાસ કરીને ફિલ્ડિંગ એવો વિભાગ છે, જેમાં ટીમે સુધારો કરવાની જરૂર છે.

શ્રેયસ ઐયરે એમ પણ કહ્યું કે ઓછા પ્રકાશ અને સ્વચ્છ આકાશ જેવી પરિસ્થિતિઓમાં રમવું સરળ હોતું નથી. ભારતમાં સામાન્ય રીતે આવી પરિસ્થિતિઓનો અનુભવ ઓછો મળે છે. તેથી ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ટીમ માટે શીખવાનો સારો અનુભવ રહ્યો છે.

હવે વનડે સિરીઝ પર રહેશે ધ્યાન

T20 સિરીઝમાં થયેલી ભૂલો અંગે શ્રેયસ ઐયરે કહ્યું કે તે અત્યારે તેના વિશે વધારે વિચારવા માગતો નથી, કારણ કે ટીમે હવે વનડે સિરીઝ રમવાની છે. પરંતુ ટીમે કેટલીક બાબતો પર ચર્ચા કરીને સુધારો કરવાની જરૂર છે. તેના મતે વિદેશી પ્રવાસ દરમિયાન મળેલા અનુભવો આગામી મેચોમાં ટીમને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો: Rishabh Pant: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત સતત ત્રીજી મેચમાંથી બહાર

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.