Axar Patel: અક્ષર પટેલે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર બન્યો

Axar Patel: ન્યૂઝીલેન્ડ સામેની ચોથી મેચ દરમિયાન અક્ષર પટેલે T20 ઈન્ટરનેશનલમાં 300 વિકેટ પૂર્ણ કરી, 300 વિકેટ અને 3000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
Nancy ShuklaUpdated on: 31 Oct 2026 09:26 PM IST
Axar Patel: અક્ષર પટેલે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર બન્યોAxar Patel: અક્ષર પટેલે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર બન્યો

Axar Patel

Axar Patel: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે T20 ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. 30 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ચોથી T20 મેચ દરમિયાન અક્ષરે પોતાની 300 વિકેટ પૂરી કરી હતી. આ સાથે તે T20 ક્રિકેટમાં 300 વિકેટ અને 3000થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર બની ગયો છે.

પરંતુ અક્ષરની આ ઐતિહાસિક સિદ્ધિ છતાં ભારતીય ટીમને આ મેચમાં 87 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 5 મેચની સિરીઝમાં ભારત હજુ પણ 3-1થી આગળ છે.

દિગ્ગજ ઓલરાઉન્ડરોના લિસ્ટમાં અક્ષર પટેલનું નામ સામેલ

T20 ક્રિકેટમાં 300 વિકેટ અને 3000થી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિશ્વના ગણતરીના ખેલાડીઓના નામે છે. હવે આ ખાસ લિસ્ટમાં અક્ષર પટેલનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ લિસ્ટમાં રાશિદ ખાન, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ જેવા દિગ્ગજ ઓલરાઉન્ડરો પહેલેથી જ સામેલ છે.

અક્ષરે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં ફિન એલનની વિકેટ લઈને પોતાની 300મી T20 વિકેટ પૂરી કરી હતી. અત્યાર સુધીમાં તેને 345 T20 મેચમાં કુલ 300 વિકેટ ઝડપી છે. આ સિવાય તેને 21.94ની એવરેજ અને 134.43ના સ્ટ્રાઈક રેટથી કુલ 3818 રન બનાવ્યા છે. તેના નામે T20 ક્રિકેટમાં 9 અડધી સદી પણ ફટકારી છે.

ચોથી T20માં અક્ષર પટેલનું બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન

આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર અક્ષર પટેલ ચોથી T20 મેચમાં બેટિંગથી ખાસ પ્રભાવ પાડી શક્યો ન હતો. તે માત્ર 7 રન બનાવીને ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરની બોલિંગમાં આઉટ થયો હતો.

આ મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે શાનદાર બેટિંગ કરતાં માત્ર 49 બોલમાં 107 રન બનાવ્યા હતા. જ્યારે માઈકલ બ્રેસવેલે પણ માત્ર 25 બોલમાં 65 રનની તોફાની ઈનિંગ રમી હતી. બંને ખેલાડીઓએ પાંચમી વિકેટ માટે 115 રનની પાર્ટનરશીપ કરી હતી. જેના કારણે ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 259 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

ભારતને 87 રનથી મળી હાર

260 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની બેટિંગ નિષ્ફળ રહી હતી. ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 172 રન બનાવ્યા હતા અને 87 રનથી મેચ ગુમાવી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. પરંતુ આ હાર છતાં ભારતીય ટીમ 5 મેચની સિરીઝમાં 3-1થી આગળ છે. હવે ભારતીય ટીમની નજર અંતિમ મેચ જીતીને સિરીઝનો અંત સારા અંદાજમાં કરવા પર રહેશે.

આ પણ વાંચો: Vadodara: વડોદરાના કોફી આર્ટિસ્ટનું સપનું થયું સાકાર, ઉદય કોર્ડેના પુત્રએ રોહિત શર્માને ગિફ્ટ આપ્યું કોફી પેઈન્ટિંગ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.