Rishabh Pant: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત સતત ત્રીજી મેચમાંથી બહાર

Rishabh Pant: રિષભ પંત સાઈડ સ્ટ્રેનની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ-A સામેની સતત ત્રીજી મેચમાં નહીં રમે. 19 નવેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં તેની વાપસી પર સવાલ છે.
Nancy ShuklaUpdated on: 01 Nov 2026 08:34 PM IST
Rishabh Pant: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત સતત ત્રીજી મેચમાંથી બહારRishabh Pant: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત સતત ત્રીજી મેચમાંથી બહાર

Rishabh Pant

Rishabh Pant: ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહેલી ભારતીય ટીમ માટે રિષભ પંતની ઈજા ચિંતાનો વિષય બની છે. સાઈડ સ્ટ્રેનની સમસ્યાને કારણે રિષભ પંતને ન્યૂઝીલેન્ડ-A સામેની પ્રથમ 2 અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં પણ તક મળી ન હતી. હવે ત્રીજી અને અંતિમ મેચમાંથી પણ તેને બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રિષભ પંતની વાપસી પર સૌની નજર

BCCIના એક સૂત્રના જણાવ્યા મુજબ રિષભ પંતને સાવચેતીના ભાગરૂપે ત્રીજી અનઓફિશિયલ ટેસ્ટમાં રમાડવામાં આવશે નહીં. પરંતુ તેને નેટ્સમાં સ્કિલ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને હાલમાં તેને કોઈ દુખાવો પણ થતો નથી. આમ છતાં સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેની વાપસી ક્યારે થશે તે અંગે હજુ કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

રિષભ પંતને ઈરાની કપ દરમિયાન સાઈડ સ્ટ્રેનની તકલીફ થઈ હતી. ત્યારથી તે ક્રિકેટના મેદાનથી દૂર છે. ન્યૂઝીલેન્ડ-A સામેની મેચ તેના માટે ટેસ્ટ સિરીઝ પહેલાં લાંબા ફોર્મેટમાં ફોર્મ અને મેચ ફિટનેસ મેળવવાની સારી તક હતી. પરંતુ સતત 3 મેચમાંથી બહાર રહેવાને કારણે હવે તેની પાસે ટેસ્ટ સિરીઝ પહેલાં પ્રેક્ટિસ કરવાનો સમય ઓછો રહ્યો છે.

19 નવેમ્બરથી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ 19 નવેમ્બરથી વેલિંગ્ટનમાં રમાવાનો છે. આ સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટની નજર રિષભ પંતની ફિટનેસ પર રહેશે. તે પ્રથમ ટેસ્ટ સુધી સંપૂર્ણ ફિટ થઈ શકશે કે નહીં તે અંગે હાલ અનિશ્ચિતતા છે.

તમને જણાવી દઈએ કે રિષભ પંત હાલમાં ભારતીય ટીમ માટે માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ રમે છે. તે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ભારતીય ટીમનો ભાગ નથી. આવી સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટમાં તેની ઉપલબ્ધતા ટીમ માટે મહત્ત્વની બની શકે છે. હવે પંતની ફિટનેસ અને તેની વાપસી અંગે આગામી દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Team India: ભારતે રચ્યો ઈતિહાસ, એક જ વર્ષમાં ફટકારી 400 T20I સિક્સ, આવું કરનારી દુનિયાની પ્રથમ ટીમ બની

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.