Afghanistan: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમ વખત જીત્યું હોંગકોંગ સુપર સિક્સેસનું ટાઈટલ


Afghanistan
Afghanistan: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમ વખત જીત્યું હોંગકોંગ સુપર સિક્સેસનું ટાઈટલ


Afghanistan
Afghanistan: હોંગકોંગ સુપર સિક્સેસ 2026માં અફઘાનિસ્તાનની ટીમે ઐતિહાસિક સફળતા મેળવી છે. 1 નવેમ્બરના રોજ મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઈનલમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી પ્રથમ વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. ગુલબદિન નઈબની આગેવાની હેઠળ રમતી અફઘાન ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને અજેય રહીને ખિતાબ જીત્યો હતો.
ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 6 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને માત્ર 5.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધું હતું.
ઈમરાન નઝીરની તોફાની ઈનિંગે અપાવી જીત
116 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 15 રનના સ્કોર પર કરીમ જનતની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 32 રનના સ્કોર પર કેપ્ટન ગુલબદિન નઈબ પણ 17 રન બનાવીને આઉટ થયો હતો.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Afghanistan Crowned Champions of the Hong Kong International Sixes 2026 🏆
Afghanistan delivered an outstanding all-round performance to defeat Australia in the final and lift the title of the Hong Kong International Sixes 2026. 🤩
Batting first, Australia posted a challenging total of 115 runs in their six-over innings. In response, Afghanistan produced a remarkable batting display to chase down the target and secure a memorable victory.
Imran Mir led the charge with a blistering unbeaten 53 off just 14 deliveries, while Farmanullah Safi contributed an unbeaten 27 off seven balls. Skipper Gulbadin Naib also played a crucial role, scoring 17 off just six deliveries to help Afghanistan complete the chase and seal a four-wicket victory.
With this triumph, Afghanistan have been crowned champions of the Hong Kong International Sixes 2026! 👏
#HK6 | #HongKongSixes2026</p>— Afghanistan Cricket Board (@ACBofficials) <a href="https://x.com/ACBofficials/status/2116816848654041573?ref_src=twsrc%5Etfw">November 1, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
પરંતુ ત્યારબાદ ઈમરાન નઝીરે મોરચો સંભાળ્યો અને ઓસ્ટ્રેલિયન બોલર્સની ધોલાઈ કરી હતી. તેને માત્ર 14 બોલમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 53 રન ફટકાર્યા હતા. બીજી તરફ ફરમાઉલ્લાહ સૈફીએ પણ 26 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બંને બેટર્સ વચ્ચે ત્રીજી વિકેટ માટે માત્ર 21 બોલમાં 87 રનની પાર્ટનરશીપ થઈ હતી. આ પાર્ટનરશીપે અફઘાનિસ્તાનની જીત સરળ બનાવી હતી.
સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહ્યું અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાને ગ્રુપ સ્ટેજથી જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે સાઉથ આફ્રિકાને 3 વિકેટે અને ઓમાનને 4 વિકેટે હરાવી સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ સેમીફાઈનલમાં સ્કોટલેન્ડને 21 રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આમ ગ્રુપ સ્ટેજથી લઈને ફાઈનલ સુધી એકપણ મેચમાં હાર્યા વિના અફઘાનિસ્તાને પ્રથમ વખત હોંગકોંગ સુપર સિક્સેસનો ખિતાબ જીત્યો.
આ પણ વાંચો: Ishan Kishan: ઈશાન કિશને તોડ્યો સૂર્યકુમારનો રેકોર્ડ, એક વર્ષમાં સૌથી વધુ T20I રન બનાવનાર ભારતીય બન્યો





