Ishan Kishan: ઈશાન કિશને તોડ્યો સૂર્યકુમારનો રેકોર્ડ, એક વર્ષમાં સૌથી વધુ T20I રન બનાવનાર ભારતીય બન્યો


Ishan Kishan
Ishan Kishan: ઈશાન કિશને તોડ્યો સૂર્યકુમારનો રેકોર્ડ, એક વર્ષમાં સૌથી વધુ T20I રન બનાવનાર ભારતીય બન્યો


Ishan Kishan
Ishan Kishan: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટર ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી T20I મેચમાં શાનદાર બેટિંગ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. તેને 32 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમીને પૂર્વ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઈશાન હવે T20I ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બની ગયો છે.
ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં ઈશાન કિશન શરૂઆતની મેચ રમ્યા બાદ ફિટનેસની સમસ્યાને કારણે આગામી 2 મેચમાંથી બહાર રહ્યો હતો. ચોથી મેચમાં વાપસી કર્યા બાદ પાંચમી મેચમાં તેને પોતાની બેટિંગથી ધૂમ મચાવી. તેને માત્ર 28 બોલમાં અડધી સદી પૂરી કરી હતી અને 32 બોલમાં 61 રન બનાવ્યા હતા.
આ પ્રદર્શન સાથે ઈશાન કિશને વર્ષ 2026માં અત્યાર સુધીમાં કુલ 1,220 T20I રન બનાવ્યા છે. આ સાથે તેને સૂર્યકુમાર યાદવનો વર્ષ 2022માં બનાવેલો 1,164 રનનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.
એક વર્ષમાં સૌથી વધુ T20I રન બનાવનાર ભારતીય
ઈશાન કિશન – 1,220 રન (2026)
- સૂર્યકુમાર યાદવ – 1,164 રન (2022)
અભિષેક શર્મા – 1,153 રન (2026)
અભિષેક શર્મા – 859 રન (2025)
સંજુ સેમસન – 810 રન (2026)
2000 T20I રન બનાવનાર ત્રીજો સૌથી ઝડપી ભારતીય
ઈશાન કિશને આ મેચમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તેને T20I ક્રિકેટમાં પોતાના 2,000 રન પણ પૂર્ણ કર્યા છે. માત્ર 1,345 બોલમાં આ આંકડો પાર કરીને તે સૌથી ઓછા બોલમાં 2,000 T20I રન બનાવનાર ત્રીજો ભારતીય બન્યો છે. આ લિસ્ટમાં અભિષેક શર્મા 1,024 બોલ સાથે પ્રથમ અને સૂર્યકુમાર યાદવ 1,164 બોલ સાથે બીજા નંબરે છે. ઈશાન કિશનના આ શાનદાર પ્રદર્શને ભારતીય ટીમમાં તેનું મહત્વ વધુ મજબૂત કર્યું છે.
આ પણ વાંચો: Axar Patel: અક્ષર પટેલે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર બન્યો





