Shreyas Iyer: 'અમે માણસ છીએ, મશીન નહીં'... ગૌતમ ગંભીરની કોમેન્ટ પર શ્રેયસ ઐયરનો જવાબ, બેટ્સમેનનો કર્યો બચાવ

Shreyas Iyer: શ્રેયસ ઐયરે ગૌતમ ગંભીરની કોમેન્ટ પર પોતાનો મત રજૂ કરતાં ભારતીય બેટ્સમેનનો બચાવ કર્યો અને કહ્યું કે ખેલાડીઓ મશીન નહીં, માણસ છે.
Nancy Shukal
Nancy Shukal
Shreyas Iyer: શ્રેયસ ઐયરે બેટ્સમેનનો કર્યો બચાવShreyas Iyer: શ્રેયસ ઐયરે બેટ્સમેનનો કર્યો બચાવ

Shreyas Iyer: શ્રેયસ ઐયરે બેટ્સમેનનો કર્યો બચાવ

Shreyas Iyer: ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરે હેડ કોચ ગૌતમ ગંભીરની બેટ્સમેનના પ્રદર્શન અંગેની કોમેન્ટ પર પોતાનો મત રજૂ કર્યો છે. શ્રેયસ ઐયરે ભારતીય બેટ્સમેનનો બચાવ કરતાં કહ્યું કે દરેક પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરવું સરળ નથી.

ખેલાડીઓ મશીન નથી, પરંતુ માણસ છે અને તેમને પણ થાક લાગે છે. તેમના મતે ન્યૂઝીલેન્ડની પિચોની તુલના સાઉથ આફ્રિકાની પિચો સાથે કરી શકાય નહીં, કારણ કે બંને જગ્યાની પરિસ્થિતિઓ અલગ છે.

ગૌતમ ગંભીરની કોમેન્ટ પર શ્રેયસ ઐયરનો જવાબ

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શ્રેયસ ઐયરે જણાવ્યું કે ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન પિચ બોલર્સ માટે વધુ અનુકૂળ હતી. આ કારણે બંને ટીમના બેટ્સમેનને રન બનાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમને કહ્યું કે ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય સિરીઝ જીતવાનો હતો અને ભારતે આ લક્ષ્ય હાંસલ કર્યું છે. તેથી બેટિંગના નાના-મોટા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી.

વિદેશી પિચો પરશ્રેયસ ઐયરની મુશ્કેલી

શુભમન ગિલની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલા શ્રેયસ ઐયરનું બેટ આ પ્રવાસમાં ખાસ ચાલી શક્યું નથી. તેના કારણે શોર્ટ બોલ સામેની તેમની નબળાઈ ફરી ચર્ચામાં આવી છે. શ્રેયસ ઐયરે જણાવ્યું કે વિદેશમાં સેન્ટર વિકેટ પર પ્રેક્ટિસ કરવાની તક મળતી નથી. ખુલ્લા નેટ્સમાં પ્રેક્ટિસ કરવી પડે છે, જ્યાં મેચની પરિસ્થિતિઓથી અલગ માહોલ હોય છે.

આ સિવાય સતત મેચ રમવી અને એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરવાથી પણ ખેલાડીઓ થાકી જાય છે. આ વાત સમજાવતાં તેને કહ્યું કે ખેલાડીઓ મશીન નથી, તેઓ પણ માણસ છે.

ન્યૂઝીલેન્ડ સામેની હારને ભૂલી આગળ વધ્યા

ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ભારતને મળેલી બીજી સૌથી મોટી હાર અંગે શ્રેયસ ઐયરે કહ્યું કે ટીમે તે ખરાબ દિવસને પાછળ છોડીને આગળ વધવાનું નક્કી કર્યું હતું. ખેલાડીઓએ બીજા જ દિવસે એ હાર ભૂલીને આગામી પડકાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમને ન્યૂઝીલેન્ડના બોલર મેટ હેનરીની પ્રશંસા કરતાં કહ્યું કે તે દિવસે તેની બોલિંગ શાનદાર રહી હતી અને ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર હતી.

આ પણ વાંચો: Rajat Patidar Century: 13 છગ્ગા અને 8 ચોગ્ગા, 281ના સ્ટ્રાઈક રેટથી રજત પાટીદારે ફટકારી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ