Rajat Patidar Century: 13 છગ્ગા અને 8 ચોગ્ગા, 281ના સ્ટ્રાઈક રેટથી રજત પાટીદારે ફટકારી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ


Rajat Patidar Century: રજત પાટીદારની 135 રનની ઐતિહાસિક ઈનિંગ
Rajat Patidar Century: 13 છગ્ગા અને 8 ચોગ્ગા, 281ના સ્ટ્રાઈક રેટથી રજત પાટીદારે ફટકારી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ


Rajat Patidar Century: રજત પાટીદારની 135 રનની ઐતિહાસિક ઈનિંગ
Rajat Patidar Century: ભારતીય ક્રિકેટર અને મધ્યપ્રદેશની ટીમના કેપ્ટન રજત પાટીદારે ફરી એકવાર પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આસામ સામે રમાયેલી મેચમાં રજત પાટીદારે માત્ર 41 બોલમાં ધમાકેદાર સદી ફટકારી હતી. તેને પોતાની ઈનિંગમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેના શાનદાર પ્રદર્શનના કારણે મધ્યપ્રદેશની ટીમ 20 ઓવરમાં 250 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી હતી.
માત્ર 41 બોલમાં ફટકારી સદી
મધ્યપ્રદેશ અને આસામ વચ્ચે રમાયેલી આ મેચમાં મધ્યપ્રદેશની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. શરૂઆતમાં જ ટીમે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન રજત પાટીદાર બેટિંગ કરવા આવ્યો. તેને મેદાન પર આવતાની સાથે જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો.
રજતે માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેને વધુ આક્રમક બેટિંગ કરતાં માત્ર 41 બોલમાં સદી ફટકારી. તેની બેટિંગનો તોફાની અંદાજ ઈનિંગના અંત સુધી જોવા મળ્યો.
48 બોલમાં ફટકાર્યા અણનમ 135 રન
રજત પાટીદારે આ મેચમાં માત્ર 48 બોલમાં અણનમ 135 રન બનાવ્યા હતા. તેની આ ઈનિંગમાં 13 છગ્ગા અને 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેને 281.25ના શાનદાર સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
ખાસ વાત એ છે કે ઈનિંગની 19મી ઓવરમાં રજતે એક ચોગ્ગો અને ચાર છગ્ગા ફટકારીને બોલર્સની મુશ્કેલી વધારી દીધી હતી. તેની આ વિસ્ફોટક બેટિંગના કારણે મધ્યપ્રદેશે 250 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્યપ્રદેશનો પ્રથમ સદીવીર
રજત પાટીદારની આ ઈનિંગ વધુ ખાસ એટલા માટે છે, કારણ કે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારનાર મધ્યપ્રદેશનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલાં વર્ષ 2021માં તેને આ જ ટૂર્નામેન્ટમાં 96 રન બનાવ્યા હતા અને માત્ર 4 રનથી સદી ચૂકી ગયો હતો.
રજતની આ ઈનિંગ પહેલાં મધ્યપ્રદેશે 7.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 57 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ રજતે તોફાની બેટિંગ કરીને ટીમનો સ્કોર 250 રન સુધી પહોંચાડ્યો હતો. તેની આ ઐતિહાસિક ઈનિંગે ફરી એકવાર તેની વિસ્ફોટક બેટિંગ ક્ષમતા સાબિત કરી છે.
આ પણ વાંચો: ICC: ICCનો મોટો નિર્ણય, ભારતને 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપની યજમાની મળી




