Asian Games 2026: શેફાલી વર્માની ઐતિહાસિક સદી, બનાવ્યા અનેક રેકોર્ડ


Asian Games 2026
Asian Games 2026: શેફાલી વર્માની ઐતિહાસિક સદી, બનાવ્યા અનેક રેકોર્ડ


Asian Games 2026
Asian Games 2026: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ હાલમાં જાપાનમાં 2026 એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. બાંગ્લાદેશ સામેની સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની શક્તિશાળી ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માએ શાનદાર સદી ફટકારી હતી.
શેફાલી વર્માએ 49 બોલમાં 100 રનની અણનમ ઈનિંગ રમી હતી, જેમાં 3 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે ભારતીય ટીમ 20 ઓવરમાં 195 રનના સ્કોર સુધી પહોંચી ગઈ હતી. આ સાથે શેફાલીએ એક મોટી સિદ્ધિ પણ મેળવી, વિમેન્સ T20 ઈન્ટરનેશનલમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે હરમનપ્રીત કૌરની બરાબરી કરી.
એશિયન ગેમ્સમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની
ગયા વર્ષે ભારતીય ટીમમાં પરત ફર્યા બાદ બેટથી શાનદાર ફોર્મ બતાવનાર શેફાલી વર્મા હવે એશિયન ગેમ્સના ઈતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. વિમેન્સ T20 ઈન્ટરનેશનલ મેચમાં પૂર્ણ-સભ્ય ટીમ દ્વારા ફટકારવામાં આવેલી આ સંયુક્ત ચોથી સૌથી ઝડપી સદી પણ છે. આ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝની શાનદાર ખેલાડી ડિઆન્ડ્રા ડોટિન ટોપ પર છે, જેને 2010માં સાઉથ આફ્રિકા મહિલા ટીમ સામે 38 બોલમાં સદી ફટકારી હતી.
પૂર્ણ સભ્ય ટીમોમાં વિમેન્સ T20Iમાં સૌથી ઝડપી સદી
ડિઆન્ડ્રા ડોટિન (વેસ્ટ ઈન્ડીઝ) - 38 બોલ (વિરુદ્ધ સાઉથ આફ્રિકા, 2010)
એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા) – 46 બોલ (વિરુદ્ધ શ્રીલંકા, 2019)
ટેમી બ્યુમોન્ટ (ઈંગ્લેન્ડ) - 47 બોલ (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2018)
લૌરા વોલ્વાર્ડ (સાઉથ આફ્રિકા) - 47 બોલ (વિ. ભારત, 2026)
આયેશા ઝફર (પાકિસ્તાન) – 47 બોલ (વિરુદ્ધ ઝિમ્બાબ્વે, 2026)
શેફાલી વર્મા (ભારત) – 49 બોલ (વિરુદ્ધ બાંગ્લાદેશ, 2026)
હરમનપ્રીત કૌર (ભારત) – 49 બોલ (વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, 2018)
શેફાલી મહિલા T20માં સદી ફટકારનારી ત્રીજી ભારતીય ખેલાડી બની
શેફાલી વર્માએ બાંગ્લાદેશ વિમેન્સ ટીમ સામે 49 બોલમાં સદી ફટકારી, તે વિમેન્સ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનારી ત્રીજી ભારતીય ખેલાડી બની. આ પહેલા સ્મૃતિ મંધાનાએ ભારતીય મહિલા ટીમ માટે 2 સદી ફટકારી હતી, અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 1 સદી ફટકારી હતી, અને હવે શેફાલી વર્મા પણ આ લિસ્ટમાં જોડાઈ ગઈ છે.
આ પણ વાંચો: Asian Games 2026: ભારતે બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું, ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકા સામે થશે ટક્કર





