Get News Alerts

Never miss breaking news updates.

Asian Games 2026: ભારતે બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું, ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકા સામે થશે ટક્કર

Asian Games 2026માં વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું. આ સાથે ભારતીય વિમેન્સ ટીમ હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે. ગોલ્ડ મેડલ માટે શ્રીલંકા સામે ટક્કર થશે.
Nancy ShuklaUpdated on: 20 Sep 2026 02:34 PM IST
Asian Games 2026: ભારતે બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું, ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકા સામે થશે ટક્કરAsian Games 2026: ભારતે બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું, ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકા સામે થશે ટક્કર

Asian Games 2026

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026ની વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં ભારતીય ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને 114 રનથી હરાવીને સિલ્વર મેડલ પાક્કો કર્યો છે અને ટીમ હવે ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. હવે ભારતીય ટીમ ગોલ્ડ મેડલ માટે અંતિમ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.

આ સેમીફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 15.4 ઓવરમાં 81 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

શેફાલી વર્માએ શાનદાર સદી ફટકારી

શેફાલી વર્માએ બાંગ્લાદેશ સામે વિસ્ફોટક બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી. તેને છેલ્લા બોલ પર 1 રન લઈને 49 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. તે અંત સુધી અણનમ રહી. વ્હાઈટ બોલના ક્રિકેટમાં આ તેની પહેલી સદી છે, જેના કારણે તે એશિયન ગેમ્સમાં સદી ફટકારનારી પ્રથમ ખેલાડી બની છે.

તેના સિવાય ભારત માટે સ્મૃતિ મંધાનાએ 37 રન (19 બોલ) અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 40 રન (33 બોલ) બનાવ્યા. આ દરમિયાન જી કમલિની ફક્ત 3 રન, રિચા ઘોષ 2 રન અને ભારતી ફુલમાલી 9 રન બનાવી અણનમ રહી. બાંગ્લાદેશ માટે, મારુફા અખ્તર, શાંજીદા અખ્તર, રાબેયા ખાન અને નાહિદા અખ્તરે 1-1 વિકેટ લીધી.

નંદિની શર્મા અને દીપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી

ટાર્ગેટનો પીછો કરતી વખતે બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમને બીજી ઓવરના પહેલા બોલ પર પહેલો ઝટકો લાગ્યો જ્યારે ઝુએરિયા ફિરદોસ ખાતું ખોલ્યા વિના ગોલ્ડન ડક પર આઉટ થઈ ગઈ. આ પછી વિકેટનો સિલસિલો ચાલુ રહ્યો. ઓપનર દિલીરા અખ્તર, શર્મીન અખ્તર (10 રન) અને સુલતાના ખાતુન (12 રન) સિવાય અન્ય કોઈ બેટ્સમેન 2 આંકડામાં રન બનાવી શક્યા નહીં. દિલીરા 23 બોલમાં 27 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ ઈનિંગમાં તેને 4 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. બાકીના બેટ્સમેન ક્રીઝ પર બેટિંગ કરી શક્યા નહીં. ભારત માટે નંદિની શર્મા અને દીપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી.

ફાઈનલ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે

શ્રીલંકાએ પહેલા સેમીફાઈનલમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો . ભારત અને શ્રીલંકા હવે ગોલ્ડ મેડલ માટે ફાઈનલમાં ટકરાશે. આ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. વિજેતા ટીમને ગોલ્ડ મેડલ મળશે, જ્યારે હારનારી ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. પાકિસ્તાનમી મેચ બ્રોન્ઝ મેડલ માટે બાંગ્લાદેશ સામે થશે.

આ પણ વાંચો: Asian Games 2026 માટે ખેલાડીઓ જર્સીની જોઈ રહ્યા છે રાહ? જાપાન જવા ક્યારે રવાના થશે ટીમ ઈન્ડિયા?

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.