Shafali Vermaએ રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ મેચમાં લૌરા વોલ્વાર્ડનો રેકોર્ડ તોડ્યો


Shafali Verma
Shafali Vermaએ રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ મેચમાં લૌરા વોલ્વાર્ડનો રેકોર્ડ તોડ્યો


Shafali Verma
Shafali Verma: ભારતીય વિમેન્સ ટીમની ઓપનર શેફાલી વર્માએ એશિયન ગેમ્સ 2026ની ફાઈનલ મેચમાં પોતાના શાનદાર બેટિંગ પ્રદર્શનથી એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે હવે વિમેન્સ T20 ઈન્ટરનેશનલ મેચમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે.
આ સંદર્ભમાં તેને સાઉથ આફ્રિકાની અનુભવી લૌરા વોલ્વાર્ડનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે શેફાલીએ T20 ઈન્ટરનેશનલ મેચમાં શાનદાર બેટિંગ કરીને 800થી વધુ રન બનાવ્યા છે.
2026માં મહિલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાની દોડ અત્યંત રોમાંચક બની ગઈ છે. આ વર્ષે સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે પોતાની શાનદાર બેટિંગથી 824 રન બનાવીને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. પરંતુ ભારતની વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માએ 863 રન બનાવીને માત્ર લૌરા વોલ્વાર્ડનો રેકોર્ડ તોડ્યો જ નહીં, પરંતુ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો નવો રેકોર્ડ પણ બનાવ્યો.
વિમેન્સ T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
863 - શેફાલી વર્મા (IND-W) 2026
824 - લૌરા વોલ્વાર્ટ (SA-W) 2026
800 - નતાશા માઈલ્સ (HKG-W) 2026
779 - ઈશા ઓઝા (UAE-W) 2025
779 - યાસ્મીન દાસવાણી (HKG-W) 2026
ભારતની સ્ટાર ઓપનિંગ જોડી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ વિમેન્સ T20I ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. તેઓ T20 ક્રિકેટ ઈતિહાસમાં 4,000 રનની પાર્ટનરશીપ કરનારી પ્રથમ જોડી બની છે. જ્યારે પણ તેઓ મેદાનમાં ઉતરે છે, ત્યારે વિરોધી બોલર્સ માટે તેમને રોકવાનું લગભગ અશક્ય બની જાય છે. બંનેએ UAEની ઈશા ઓઝા અને તીર્થા સતીશ (2,949 રન) અને ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ જોડી એલિસા હીલી અને બેથ મૂની (2,720 રન) ને પાછળ છોડી દીધા છે.
વિમેન્સ T20Iમાં સૌથી વધુ પાર્ટનરશીપ રન (કોઈપણ વિકેટ માટે)
4000* - સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા (IND-W)
2949 - ઈશા ઓઝા, તીર્થા સતીશ (UAE-W)
2720- એલિસા હીલી, બેથ મૂની (AUS-W)
2556 - સુઝી બેટ્સ, સોફી ડિવાઈન (NZ-W)
શેફાલી વર્મા 48 રન બનાવીને આઉટ થઈ
શ્રીલંકા સામેની ફાઈનલમાં શેફાલી વર્મા 48 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે 29 બોલની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. બાંગ્લાદેશ સામેની સેમીફાઈનલમાં તેણે શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે અણનમ 100 રન બનાવ્યા હતા . ભારત આ મેચ જીતવા અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે.
આ પણ વાંચો: Smriti Mandhanaએ જાપાનમાં રચ્યો ઈતિહાસ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11,000 રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી બની





