Rising Stars Asia Cup: રાઈઝિંગ સ્ટાર એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, તિલક વર્મા બન્યો કેપ્ટન

Rising Stars Asia Cup: રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026 માટે BCCIએ ઈન્ડિયા-Aની ટીમ જાહેર કરી. તિલક વર્મા કેપ્ટન, રજત પાટીદાર વાઈસ કેપ્ટન અને વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું.
Nancy Shukla
Rising Stars Asia Cup: તિલક વર્મા બન્યો કેપ્ટનRising Stars Asia Cup: તિલક વર્મા બન્યો કેપ્ટન

Rising Stars Asia Cup: તિલક વર્મા બન્યો કેપ્ટન

Rising Stars Asia Cup: ACC મેન્સ રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026 માટે BCCIના સિલેક્ટર્સે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરી છે. 19થી 29 નવેમ્બર દરમિયાન કતારની રાજધાની દોહામાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં દેશના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે. જાહેર કરાયેલી ટીમની કમાન તિલક વર્માને સોંપવામાં આવી છે, જ્યારે રજત પાટીદારને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ટીમમાં સ્થાન

ટીમની સૌથી ખાસ વાત એ છે કે 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ સ્થાન મળ્યું છે. પોતાની આક્રમક બેટિંગથી ચર્ચામાં આવેલા વૈભવ પાસેથી ટૂર્નામેન્ટમાં સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

તેની સાથે અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ જેવા ખેલાડીઓનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ગ્રુપ-Bમાં ભારત, પાકિસ્તાન સાથે થશે ટક્કર

રાઈઝિંગ સ્ટાર એશિયા કપમાં ભારતને ગ્રુપ-Bમાં સ્થાન મળ્યું છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત UAE, નેપાળ અને પાકિસ્તાન-Aની ટીમ છે. જ્યારે ગ્રુપ-Aમાં બાંગ્લાદેશ-A, શ્રીલંકા-A, અફઘાનિસ્તાન-A અને હોંગકોંગની ટીમો રમશે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">🚨 News 🚨

India A squad for upcoming ACC Rising Stars Asia Cup announced 📝

More details ▶️ https://t.co/JRdPQ31UPA

#RisingStarsAsiaCup https://t.co/4k2vJAE4kh</p>&mdash; BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2117231823675875525?ref_src=twsrc%5Etfw">November 2, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

બંને ગ્રુપમાંથી ટોપની 2 ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ મેળવશે. સેમીફાઈનલ મેચ 26 અને 27 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઈનલ મેચ 29 નવેમ્બરે યોજાશે.

22 નવેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

ઈન્ડિયા-A ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 20 નવેમ્બરે નેપાળ સામે રમશે. આ મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. ત્યારબાદ 22 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન-A વચ્ચે ટક્કર થશે. આ મેચ પણ વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ગ્રુપ સ્ટેજની ભારતની છેલ્લી મેચ 24 નવેમ્બરે UAE સામે થશે, જે યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગ્રાઉન્ડ પર રમાશે.

રાઈઝિંગ સ્ટાર એશિયા કપ માટે ઈન્ડિયા-Aની ટીમ

અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), તિલક વર્મા (કેપ્ટન), રજત પાટીદાર (વાઈસ-કેપ્ટન), રિંકુ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, શહબાઝ અહમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, અરશદ ખાન

આ પણ વાંચો: Ind Vs NZ વનડે સિરીઝની તમામ મેચ કેટલા વાગ્યે શરૂ થશે? જાણો 5 મેચનું શેડ્યૂલ