Ind Vs NZ વનડે સિરીઝની તમામ મેચ કેટલા વાગ્યે શરૂ થશે? જાણો 5 મેચનું શેડ્યૂલ

Ind Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4થી 15 નવેમ્બર સુધી 5 વનડે મેચની સિરીઝ રમાશે. તમામ મેચ સવારે 7:30 વાગ્યે શરૂ થશે. જાણો તારીખ, સ્થળ અને ટીમની ડિટેલ્સ.
Nancy Shukla
Ind Vs NZInd Vs NZ

Ind Vs NZ

Ind Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે સિરીઝનો પ્રારંભ 4 નવેમ્બરથી થશે. ભારતીય ક્રિકેટ ફેન્સ માટે રાહતના સમાચાર એ છે કે તમામ પાંચેય મેચ ભારતીય સમય અનુસાર સવારે 7:30 વાગ્યે શરૂ થશે. સામાન્ય રીતે ન્યૂઝીલેન્ડમાં રમાતી મેચો ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે શરૂ થતી હોય છે, પરંતુ આ સિરીઝની મેચોનો સમય દર્શકોની અનુકૂળતા મુજબ રાખવામાં આવ્યો છે. BCCIના સત્તાવાર કાર્યક્રમ મુજબ, તમામ મેચનો પ્રારંભ સવારે 7:30 વાગ્યે થશે.

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

તારીખ

મેચ

સ્થળ

સ્થળ

4 નવેમ્બર

પ્રથમ વનડે

ઓકલેન્ડ

સવારે 7:30

7 નવેમ્બર

બીજી વનડે

વેલિંગ્ટન

સવારે 7:30

10 નવેમ્બર

ત્રીજી વનડે

હેમિલ્ટન

સવારે 7:30

13 નવેમ્બર

ચોથી વનડે

માઉન્ટ મૌંગાનુઈ

સવારે 7:30

13 નવેમ્બર

પાંચમી વનડે

માઉન્ટ મૌંગાનુઈ

સવારે 7:30

શરૂઆતની ત્રણ મેચમાં શુભમન ગિલ કરશે કેપ્ટનશીપ

ભારતની ટીમ પ્રથમ 3 વનડેમાં શુભમન ગિલની આગેવાની હેઠળ રમશે. જ્યારે અંતિમ 2 મેચમાં શ્રેયસ ઐયર ટીમની કમાન સંભાળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને તબક્કાની ટીમમાં સામેલ છે. ન્યૂઝીલેન્ડની ટીમનું નેતૃત્વ પાંચેય મેચમાં મિચેલ સેન્ટનર કરશે. પરંતુ સિરીઝ પહેલાં બંને ટીમોના ખેલાડીઓમાં કેટલાક ફેરફાર થયા છે.

ભારતીય ટીમમાં પણ થયા ફેરફાર

પ્રારંભિક ટીમમાં સામેલ પ્રસિદ્ધ કૃષ્ણા ફિટનેસ ક્લિયરન્સ ન મળતાં સમગ્ર વનડે સિરીઝમાંથી બહાર થયો છે. તેના સ્થાને આકિબ નબીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નીતિશ કુમાર રેડ્ડી માત્ર પ્રથમ વનડે માટે ભારતીય ટીમ સાથે રહેશે.

પ્રથમ વનડે માટે ટીમ ઈન્ડિયા

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, નમન ધીર, ઋતુરાજ ગાયકવાડ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, અંશુલ કંબોજ, કેએલ રાહુલ, ઈશાન કિશન, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ, અકિબ નબી , અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

બીજી અને ત્રીજી વનડે માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, નમન ધીર, ઋતુરાજ ગાયકવાડ, અક્ષર પટેલ, અંશુલ કંબોજ, કેએલ રાહુલ, ઈશાન કિશન, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

ચોથી અને પાંચમી વનડે માટે ટીમ ઈન્ડિયા

શ્રેયસ ઐયર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, નમન ધીર, ઋતુરાજ ગાયકવાડ, અક્ષર પટેલ, ઈશાન કિશન, કુમાર કુશાગ્ર, આકિબ નબી, અર્શદીપ સિંહ, યશ ઠાકુર, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

પ્રથમ ત્રણ વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ

મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ ફિશર, હેનરી, કાયલ જેમીસન, ટોમ લેથમ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઈફર્ટ, નાથન સ્મિથ, વિલ યંગ, બ્લેર ટિકનર.

ચોથી અને પાંચમી વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ

મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ક્રિશ્ચિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, લોકી ફાર્ગ્યુસન, મિચેલ હે (વિકેટકીપર), નિક કેલી, ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), બ્લેર ટિકનર, વિલ યંગ.

આ પણ વાંચો: ICC T20 Rankings: સતત 2 હારથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ICC T20 રેન્કિંગમાં નંબર-1 પર કોણ છે?