U19 Asia Cup: સેમીફાઈનલમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, ફાઈનલમાં પાકિસ્તાન સામે ટક્કર


U19 Asia Cup: ભારતની ફાઈનલમાં પાકિસ્તાન સામે ટક્કર
U19 Asia Cup: સેમીફાઈનલમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, ફાઈનલમાં પાકિસ્તાન સામે ટક્કર


U19 Asia Cup: ભારતની ફાઈનલમાં પાકિસ્તાન સામે ટક્કર
U19 Asia Cup: ACC અંડર-19 એશિયા કપમાં ભારતીય યુવા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સેમીફાઈનલ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવીને ખિતાબી જંગમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાનીની શાનદાર બેટિંગના દમ પર ભારતીય ટીમે આ સરળ જીત મેળવી હતી. આ સાથે ભારતે સતત બીજી વખત U19 એશિયા કપની ફાઈનલમાં જગ્યા બનાવી છે.
હવે 14 નવેમ્બરે ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. પાકિસ્તાને બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચ ભારતીય ટીમ માટે ખાસ મહત્ત્વનો રહેશે, કારણ કે ગત ફાઈનલમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો લેવાની ભારત પાસે શાનદાર તક છે.
ભારતીય બોલર્સે અફઘાનિસ્તાનને 227 રન પર રોક્યું
સેમીફાઈનલમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનને નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 227 રનના સ્કોર પર રોકી દીધું હતું. ભારત તરફથી ઈશાન સૂદ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેને 43 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન સાથે ટૂર્નામેન્ટમાં તેની કુલ વિકેટની સંખ્યા 11 થઈ ગઈ છે.
આર્યવીર સહેવાગ અને લક્ષ્યની શાનદાર બેટિંગ
228 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે સદીની પાર્ટનરશીપ નોંધાવી હતી.
આર્યવીર 57 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો. બીજી તરફ કેપ્ટન લક્ષ્યે આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. પરંતુ તે સદીથી માત્ર 7 રન દૂર રહી ગયો હતો. લક્ષ્યે 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 93 રન બનાવ્યા હતા.
ત્યારબાદ વીકે વિનીતે અણનમ અડધી સદી ફટકારી હતી અને યશવર્ધન સાથે મળીને 37મી ઓવરમાં ભારતને જીત અપાવી હતી. આ રીતે ભારતીય ટીમે 8 વિકેટે શાનદાર વિજય મેળવીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે.




