Ravindra Jadejaએ ફટકારી શાનદાર સદી, ટીમે રણજી ટ્રોફીમાં કર્યું ધમાકેદાર પ્રદર્શન


Ravindra Jadeja
Ravindra Jadejaએ ફટકારી શાનદાર સદી, ટીમે રણજી ટ્રોફીમાં કર્યું ધમાકેદાર પ્રદર્શન


Ravindra Jadeja
Ravindra Jadeja: રણજી ટ્રોફી મેચ શરૂ થઈ ગઈ છે, અને ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, તેને શાનદાર બેટિંગ સાથે સદી ફટકારી છે. તે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે રમે છે.
રસપ્રદ વાત એ છે કે સદી પૂર્ણ કર્યા પછી તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીએ રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યો. આ દરમિયાન સૌરાષ્ટ્રએ તેની પ્રથમ ઈનિંગમાં 392 રન બનાવ્યા છે.
સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચે રમાઈ રહી છે રણજી ટ્રોફી મેચ
રણજી ટ્રોફી એલીટ ગ્રુપ Bમાં સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચે મેચ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા સૌરાષ્ટ્રની ટીમે પોતાની પહેલી ઈનિંગમાં બધી વિકેટ ગુમાવીને 392 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ 209 બોલનો સામનો કરીને ટીમ માટે 102 રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની 16મી સદી છે. આ દરમિયાન તેને 7 ચોગ્ગા ફટકાર્યા. રવિન્દ્ર જાડેજા આઉટ થતાં જ ઈનિંગનો અંત આવ્યો. રવિન્દ્ર જાડેજાને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આઉટ કર્યો. રવિન્દ્ર સિવાય પ્રેરક માંકડે પણ ટીમ માટે સદીની ઈનિંગ રમી. તેને 150 બોલમાં 129 રન બનાવ્યા. જેમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
ચિરાગ જાનીએ પણ સારી ઈનિંગ રમી
આ 2 બેટ્સમેને ફટકારેલી સદી સિવાય ચિરાગ જાની સૌરાષ્ટ્ર માટે ત્રીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેને 148 બોલમાં 83 રન બનાવ્યા. તેને 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. અન્ય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહીં. પરંતુ 2 સદી અને 1 અડધી સદીની મદદથી, ટીમ સન્માનજનક સ્કોર બનાવવામાં સફળ રહી.
છત્તીસગઢ તરફથી દેવ આદિત્ય સિંહે 5 વિકેટ લીધી
છત્તીસગઢના બોલર્સની વાત કરીએ તો, દેવ આદિત્ય સિંહે શાનદાર બોલિંગ કરી. તેને 24 ઓવરમાં 67 રન આપીને 5 વિકેટ લીધી. રુદ્ર પ્રતાપ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 2-2 વિકેટ લીધી. સંદીપ વોરિયરને પણ 1 સફળતા મળી. છત્તીસગઢ પોતાની પહેલી ઈનિંગમાં કેટલા રન બનાવી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: Shreyas Iyerએ એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો, T20 કેપ્ટનશીપમાં નંબર 1 બન્યો





