ICC: ICCનો મોટો નિર્ણય, ભારતને 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપની યજમાની મળી

ICC: ICCએ ભારતને 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપની યજમાની સોંપી છે. 2031નો વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશમાં યોજાશે.
Nancy Shukal
Nancy Shukal
ICC: ભારતને મળી 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વર્લ્ડકપની યજમાનીICC: ભારતને મળી 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વર્લ્ડકપની યજમાની

ICC: ભારતને મળી 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વર્લ્ડકપની યજમાની

ICC: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ક્રિકેટ ફેન્સ માટે મોટી જાહેરાત કરી છે. ICCએ વર્ષ 2035 સુધી યોજાનારી પુરુષોની તમામ મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજનનું શેડ્યૂલ મંજૂર કર્યું છે. આ સાથે વર્ષ 2031 સુધીની કેટલીક મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટના યજમાન દેશોનાં નામ પણ જાહેર કર્યાં છે.

આ જાહેરાતમાં ભારતને બે મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે. ભારત વર્ષ 2029માં ચેમ્પિયન્સ ટ્રોફીનું એકમાત્ર યજમાન બનશે, જ્યારે 2031માં બાંગ્લાદેશ સાથે મળીને વનડે વર્લ્ડ કપનું આયોજન કરશે.

2029માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન

ICCના જણાવ્યા અનુસાર, ભારત 9થી 28 ઓક્ટોબર 2029 દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે. આ ટૂર્નામેન્ટનું આયોજન ભારત એકલા હાથે કરશે. આ સિવાય વર્ષ 2031માં યોજાનારા વનડે વર્લ્ડ કપની યજમાની ભારત અને બાંગ્લાદેશને સંયુક્ત રીતે સોંપવામાં આવી છે. આ મેગા ટૂર્નામેન્ટ 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર 2031 દરમિયાન રમાશે.

2028 અને 2030માં T20 વર્લ્ડકપ

ICCએ આગામી T20 વર્લ્ડ કપની તારીખો પણ જાહેર કરી છે. વર્ષ 2028નો T20 વર્લ્ડ કપ 12 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાશે. ત્યારબાદ 2030ના T20 વર્લ્ડકપની સંયુક્ત યજમાની ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ કરશે. પરંતુ 2032 અને 2034માં યોજાનારા T20 વર્લ્ડ કપના યજમાન દેશો અંગે હજુ જાહેરાત કરવામાં આવી નથી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">A long-term calendar takes shape as the ICC announces major men’s tournament windows through 2035.

More ➡️ https://t.co/MQ3C04Rp1t https://t.co/ZwsOK1eDqt</p>&mdash; ICC (@ICC) <a href="https://x.com/ICC/status/2121958537396150705?ref_src=twsrc%5Etfw">November 15, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

2035 સુધી WTC ફાઈનલનું શેડ્યૂલ જાહેર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ દર બે વર્ષે જૂન મહિનામાં યોજાતી રહેશે. ઈંગ્લેન્ડને 2029 અને 2031ની ફાઈનલની યજમાની સોંપવામાં આવી છે. જ્યારે 2033 અને 2035ની ફાઈનલ ક્યાં યોજાશે તે અંગે નિર્ણય બાકી છે. બીજી તરફ 2035માં યોજાનારા વનડે વર્લ્ડ કપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન થશે, પરંતુ તેના યજમાન દેશની જાહેરાત કરવામાં આવી નથી.

ICCના CEOએ શું કહ્યું?

ICCના મુખ્ય કાર્યકારી અધિકારી સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ટૂર્નામેન્ટનું આયોજન અને શેડ્યૂલ વૈશ્વિક ક્રિકેટ માળખાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. અગાઉથી ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરવાથી ખેલાડીઓ અને સભ્ય દેશોને તૈયારી, ખેલાડીઓના વિકાસ અને ક્રિકેટ કેલેન્ડરનું આયોજન કરવામાં સરળતા રહેશે.

આ પણ વાંચો: Ind Vs NZ: ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતે રચ્યો ઈતિહાસ, વનડે અને T20 બંને સિરીઝ જીતી, શ્રેયસ ઐયરે કોને આપ્યો શ્રેય?