Team India: 14.2 ઓવરમાં 250 રનનો ટાર્ગેટ ચેઝ, ભારત-Aએ તોડ્યો પાકિસ્તાનનો 23 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ


Team India: ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ
Team India: 14.2 ઓવરમાં 250 રનનો ટાર્ગેટ ચેઝ, ભારત-Aએ તોડ્યો પાકિસ્તાનનો 23 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ


Team India: ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ
Team India: ક્રિકેટના મેદાન પર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર પોતાની તોફાની બેટિંગથી ધૂમ મચાવી છે. દોહામાં UAE સામે રમાયેલી એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની મેચમાં વૈભવની ઐતિહાસિક ઈનિંગના આધારે ભારત-Aએ 250 રનનો ટાર્ગેટ માત્ર 14.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારત-Aએ આ મેચ 7 વિકેટે જીતીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે લિસ્ટ-A ક્રિકેટમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
પાકિસ્તાનનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
લિસ્ટ-A ક્રિકેટમાં 200થી વધુ રનનો ટાર્ગેટ સૌથી ઓછા સમયમાં હાંસલ કરવાનો નવો રેકોર્ડ ભારત-Aએ બનાવ્યો છે. આ પહેલાં આ રેકોર્ડ પાકિસ્તાનની એલાઈડ બેંક લિમિટેડની ટીમના નામે હતો. વર્ષ 2003માં લાહોરમાં રમાયેલી પેટ્રન કપની મેચમાં એલાઈડ બેંકે સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ સામે 20 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો હતો. હવે ભારત-Aએ માત્ર 14.2 ઓવરમાં 250 રન બનાવીને આ 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ટીમ સદી
ભારત-Aની આ ઐતિહાસિક જીતમાં વૈભવ સૂર્યવંશી સૌથી મોટો હીરો રહ્યો હતો. ભારતે માત્ર 5 ઓવરમાં 100 રન પૂરા કરીને લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ટીમ સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલાં ન્યૂઝીલેન્ડે વર્ષ 2015માં ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકા સામે 6.3 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. ભારત-Aએ 2026માં શ્રીલંકા-A સામે દાંબુલામાં આ સમયની બરાબરી પણ કરી હતી.
વૈભવ સૂર્યવંશીએ ફટકારી 53 બોલમાં 204 રન
15 વર્ષના વૈભવે માત્ર 53 બોલમાં 204 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેને 28 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેને માત્ર 28 બોલમાં સદી અને 52 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. UAEના બોલર્સ વૈભવની આક્રમક બેટિંગ સામે સંપૂર્ણપણે લાચાર સાબિત થયા હતા.
વૈભવે પોતાની આ ઈનિંગથી લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી અને સૌથી ઝડપી બેવડી સદીના રેકોર્ડ પણ બનાવ્યા હતા. તેની આ ઐતિહાસિક બેટિંગના કારણે ભારત-Aએ માત્ર 14.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી અને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.




