PM Modiએ એશિયન ગેમ્સ 2026 માટે ખેલાડીઓને આપી શુભકામના, કહ્યું- 'દેશને ગર્વ છે, પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે...'


PM Modi
PM Modiએ એશિયન ગેમ્સ 2026 માટે ખેલાડીઓને આપી શુભકામના, કહ્યું- 'દેશને ગર્વ છે, પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે...'


PM Modi
PM Modi: એશિયન ગેમ્સ 2026 શનિવારે નાગાયોના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે એક ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે શરૂ થઈ. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી અને તેમના બેસ્ટ પ્રદર્શન માટે આશા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી પોસ્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું છે કે "આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સ શરૂ થતાં, હું ભારતીય ટુકડીને મારી શુભેચ્છાઓ પાઠવું છું. દરેક ખેલાડીએ ખૂબ જ સખત મહેનત કરી છે અને અવિશ્વસનીય સમર્પણ અને દૃઢ નિશ્ચય દર્શાવ્યો છે. ભારતને તેમના પર ગર્વ છે. તેઓ પોતાનું બેસ્ટ પ્રદર્શન કરે, સારું રમે અને મોટી સફળતા પ્રાપ્ત કરે." ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને કબડ્ડી સ્ટાર પવન સેહરાવતે ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું.
આ એશિયાનો સૌથી મોટો રમતગમત કાર્યક્રમ છે, જે દર ચાર વર્ષે યોજાય છે. તેનું આયોજન ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) દ્વારા કરવામાં આવે છે, અને 45 દેશો ભાગ લે છે.
https://twitter.com/narendramodi/status/2101293318315630710
ભારતે 2023ની એશિયન ગેમ્સમાં બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
એશિયન ગેમ્સ સૌપ્રથમ 1951માં નવી દિલ્હીમાં યોજાઈ હતી, જેમાં 11 દેશોના 489 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારથી આ ગેમ્સ કુલ 19 વખત યોજાઈ છે. 2026ની એશિયન ગેમ્સમાં 45 દેશો અને પ્રદેશોના ખેલાડીઓ 43 રમતોમાં ભાગ લેશે. આ ગેમ્સની 20મી સીઝન હશે, અને જાપાન ટોક્યો 1958 અને હિરોશિમા 1994 પછી ત્રીજી વખત આ ખંડીય ઈવેન્ટનું આયોજન કરશે.
ભારતે 2023ની એશિયન ગેમ્સમાં 28 ગોલ્ડ મેડલ સહિત 107 મેડલ જીતીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય ટુકડી આ વખતે તેના પ્રદર્શનમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે.
ભારત પુરુષો અને સ્ત્રીઓ ક્રિકેટ અને કબડ્ડી બંનેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે પુરુષોની હોકી ટીમ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ભાગ લઈ રહી છે.
આ પણ વાંચો: Indian Railwayએ ઉત્તર પૂર્વીય રેલ્વેના લખનૌ ડિવિઝનમાં કવચ 4.0 પ્રોજેક્ટને આપી મંજૂરી





