Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ પહોંચતા જ શુભમન ગિલે શરૂ કરી પ્રેક્ટિસ, નેટ્સમાં બેટિંગ કરીને શરૂ કરી તૈયારીઓ

Ind Vs NZ: ભારતીય કેપ્ટન શુભમન ગિલે આવતા મહિને ન્યુઝીલેન્ડ સામે શરૂ થનારી 5 મેચની ODI સિરીઝ પહેલા નેટમાં ન્યુઝીલેન્ડ પહોંચીને બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
Nancy ShuklaUpdated on: 29 Oct 2026 05:59 PM IST
Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ પહોંચતા જ શુભમન ગિલે શરૂ કરી પ્રેક્ટિસ, નેટ્સમાં બેટિંગ કરીને શરૂ કરી તૈયારીઓInd Vs NZ: ન્યૂઝીલેન્ડ પહોંચતા જ શુભમન ગિલે શરૂ કરી પ્રેક્ટિસ, નેટ્સમાં બેટિંગ કરીને શરૂ કરી તૈયારીઓ

Shubman Gill

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે તૈયારીઓ શરૂ કરી દીધી છે. T20 ટીમ સાથે જોડાયા બાદ શુભમન ગિલ નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે સિરીઝ 4 નવેમ્બરથી શરૂ થવાની છે. આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ પણ વાપસી કરશે.

બેટિંગ કોચ સાથે કરી ચર્ચા

પ્રેક્ટિસ સેશન દરમિયાન શુભમન ગિલે ફિટનેસ ટ્રેક કરવા માટેનું ખાસ ડિવાઈસ પણ પહેર્યું હતું. નેટ્સમાં બેટિંગ કરવા જતાં પહેલાં તેને ભારતીય બેટિંગ કોચ સિતાંશુ કોટક સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેને બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. વિકેટકીપર-બેટર કેએલ રાહુલ અને ઝડપી બોલર ગુરનૂર બ્રાર પણ ટીમ સાથે જોડાઈ ગયા છે.

અભિષેક શર્મા સાથે પણ કરી વાતચીત

મીડિયા રિપોર્ટ મુજબ પ્રેક્ટિસ દરમિયાન ગિલે નજીકના મિત્ર અને ભારતીય T20 ટીમના ઓપનર અભિષેક શર્મા સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં અભિષેકે માત્ર 38 બોલમાં 113 રનની તોફાની ઈનિંગ રમી હતી. વેલિંગ્ટનમાં રમાયેલી આ મેચમાં ભારતે 199 રનના ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. આ જીત સાથે ભારતે સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી હતી.

ઈશાન કિશને પણ નેટ્સમાં કરી પ્રેક્ટિસ

ગ્રોઈન ઈન્જરીમાંથી સ્વસ્થ થઈ રહેલા વિકેટકીપર-બેટર ઈશાન કિશન પણ નેટ્સમાં બેટિંગ કરતા જોવા મળ્યા હતા. કેએલ રાહુલે પણ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આગામી મેચ પહેલાં ભારતીય ખેલાડીઓ પોતાની તૈયારીઓને કરી રહ્યા છે.

શુભમન ગિલ માટે આ પ્રવાસ ખાસ મહત્ત્વનો છે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ બાદ તેઓ 2 મેચની ટેસ્ટ સિરીઝમાં પણ ભારતીય ટીમની આગેવાની કરશે, જેની શરૂઆત 19 નવેમ્બરથી થવાની છે. આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ગિલે 754 રન બનાવ્યા હતા. હવે ન્યૂઝીલેન્ડ સામે પણ તેમના પ્રદર્શન પર ફેન્સની નજર રહેશે.

આ પણ વાંચો: Khelo India સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મળી મંજૂરી, યુવાનો માટે રોજગારની નવી તક

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.