MS Dhoni: ‘ફેન્સે મને ખોટો સાબિત કર્યો’, સંન્યાસ બાદ ધોનીની ભાવુક પોસ્ટ, ફેવરિટ ગીત સાથે શેર કર્યો ક્રિકેટ સફરનો Video


MS Dhoni: નિવૃત્તિ બાદ MS ધોનીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
MS Dhoni: ‘ફેન્સે મને ખોટો સાબિત કર્યો’, સંન્યાસ બાદ ધોનીની ભાવુક પોસ્ટ, ફેવરિટ ગીત સાથે શેર કર્યો ક્રિકેટ સફરનો Video


MS Dhoni: નિવૃત્તિ બાદ MS ધોનીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
MS Dhoni: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટથી ફરી એકવાર ફેન્સને ભાવુક કરી દીધા છે. ક્રિકેટ કરિયરની યાદગાર પળોનો વીડિયો શેર કરીને માહીએ ખાસ કેપ્શન લખ્યું છે. ખાસ વાત એ છે કે આ વીડિયોમાં તેને એ જ ગીતનો ઉપયોગ કર્યો છે, જેના દ્વારા ઓગસ્ટ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. અમિતાભ બચ્ચનની ફિલ્મ 'કભી કભી'નું લોકપ્રિય ગીત 'મેં પલ દો પલ કા શાયર' ફરી એકવાર ધોનીની પોસ્ટમાં સાંભળવા મળ્યું છે.
એમએસ ધોનીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
એમએસ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં પોતાના ક્રિકેટ કરિયરની અનેક યાદગાર પળો સામેલ કરી છે. પોસ્ટના કેપ્શનમાં તેને લખ્યું કે, 'ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો.' આ વાત સ્વીકારવા માટે આ ગીતથી વધુ સારું બીજું કંઈ હોઈ શકે નહીં, તેની લાગણી પણ તેને વ્યક્ત કરી હતી.
વીડિયોની શરૂઆતમાં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથેની યાદગાર ક્ષણો જોવા મળે છે. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેના તેના લાંબા અને સફળ સફરની ઝલક પણ રજૂ કરવામાં આવી છે. એમએસ ધોનીની આ પોસ્ટે ફેન્સને તેની ઈન્ટરનેશનલ અને IPL કરિયરની જૂની યાદો તાજી કરાવી છે. IPLમાં ખેલાડી તરીકે ધોનીની સફર પૂર્ણ થઈ છે અને 2027ની સિઝનથી તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે મેન્ટરની ભૂમિકામાં જોડાયો છે.
View post on Instagram
IPLમાં ધોનીનો શાનદાર રેકોર્ડ
મહેન્દ્ર સિંહ ધોનીએ IPLની શરૂઆતની સિઝન એટલે કે 2008થી જ આ ટૂર્નામેન્ટમાં રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદ્યો હતો અને ટીમની કમાન સોંપી હતી.
એમએસ ધોનીએ અત્યાર સુધી 278 IPL મેચમાં 5,439 રન બનાવ્યા છે. તેની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત IPLનું ટાઈટલ જીત્યું છે. આ 5 ટ્રોફી સાથે તે IPLના સૌથી સફળ કેપ્ટનોમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાન ધરાવે છે. એમએસ ધોનીની આ નવી પોસ્ટ ફરી એકવાર સાબિત કરે છે કે ક્રિકેટના મેદાનથી દૂર રહ્યા પછી પણ ફેન્સ સાથેનો તેનો ઈમોશનલ સંબંધ એટલો જ મજબૂત છે.




