MS Dhoni IPL Retirement: IPLમાંથી MS ધોનીએ લીધી નિવૃત્તિ, ક્રિકેટ જગતમાં 'માહી' યુગનો અંત


MS Dhoni Retirement: MS ધોની બન્યો CSK ટીમનો મેન્ટર
MS Dhoni IPL Retirement: IPLમાંથી MS ધોનીએ લીધી નિવૃત્તિ, ક્રિકેટ જગતમાં 'માહી' યુગનો અંત


MS Dhoni Retirement: MS ધોની બન્યો CSK ટીમનો મેન્ટર
MS Dhoni IPL Retirement: ક્રિકેટ જગતમાંથી મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2027 પહેલાં એમએસ ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે તેમનો સંબંધ યથાવત્ રહેશે. હવે તે મેદાન પર ખેલાડી તરીકે નહીં, પરંતુ ટીમના મેન્ટર તરીકે નવી ભૂમિકા ભજવશે.
IPL 2027થી એમએસ ધોનીની નવી ઈનિંગ
મહેન્દ્ર સિંહ ધોની IPL 2027થી ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ મેન્ટર તરીકે જવાબદારી સંભાળશે. અત્યાર સુધી પોતાની કેપ્ટનશીપ અને શાનદાર રમતથી ટીમને અનેક સફળતાઓ અપાવનાર ધોની હવે ડગઆઉટમાં રહીને ખેલાડીઓને માર્ગદર્શન આપશે. તેની ભૂમિકા બદલાશે, પરંતુ CSK સાથેનો તેમનો સંબંધ પહેલાંની જેમ જ મજબૂત રહેશે.
એમએસ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે. ટીમને સફળતાના શિખર પહોંચાડવામાં તેનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. હવે મેન્ટર તરીકે તે પોતાના અનુભવનો ઉપયોગ કરીને ટીમના યુવા ખેલાડીઓને તૈયાર કરવામાં મદદ કરશે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">OFFICIAL ANNOUNCEMENT 🦁💛
A once-in-a-lifetime player.
A new role. A bond that lasts forever 💛
Mahendra Singh Dhoni takes charge as the Team Mentor of Chennai Super Kings!
Through countless victories, challenging times, and memories that will stay in our hearts forever, MS has been at the heart of our journey from the very beginning.
From leading us to glory to guiding the next generation of Super Kings, Thala will always be a part of our identity. And Chennai will always be his home.
Read more : https://t.co/YKsoHYE51A
#WhistlePodu</p>— Chennai Super Kings (@ChennaiIPL) <a href="https://x.com/ChennaiIPL/status/2122620787450654896?ref_src=twsrc%5Etfw">November 17, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
CSKના માલિક એન. શ્રીનિવાસને શું કહ્યું?
ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસને પણ ધોનીના મહત્ત્વ અંગે વાત કરી છે. તેમને સ્પષ્ટ કર્યું છે કે એમએસ ધોની હંમેશાં ફ્રેન્ચાઈઝીની ઓળખનો અભિન્ન હિસ્સો રહેશે. CSK માટે એમએસ ધોની માત્ર એક ખેલાડી નથી, પરંતુ ટીમની સફળતા, સંસ્કૃતિ અને ઓળખ સાથે જોડાયેલું મહત્ત્વનું નામ છે.
એમએસ ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમને પણ પોતાની કેપ્ટનશીપમાં અનેક મોટી સફળતાઓ અપાવી છે. હવે IPLમાં ખેલાડી તરીકેની સફર બાદ તેઓ નવી ભૂમિકામાં ચેન્નાઈ સાથે જોડાયેલા રહેશે.
આ પણ વાંચો: IPL 2027: હર્ષલ પટેલ ગુજરાત ટાઈટન્સમાં સામેલ, અડધી કિંમતે થઈ મોટી ટ્રેડ




