IPL 2027: હર્ષલ પટેલ ગુજરાત ટાઈટન્સમાં સામેલ, અડધી કિંમતે થઈ મોટી ટ્રેડ

IPL 2027: IPL 2027 પહેલાં ગુજરાત ટાઈટન્સે મોટો ટ્રેડ કર્યો છે. હર્ષલ પટેલ 8 કરોડને બદલે 4 કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડાયો છે.
Nancy Shukal
Nancy Shukal
IPL 2027: હર્ષલ પટેલ ગુજરાત ટાઈટન્સમાં જોડાયોIPL 2027: હર્ષલ પટેલ ગુજરાત ટાઈટન્સમાં જોડાયો

IPL 2027: હર્ષલ પટેલ ગુજરાત ટાઈટન્સમાં જોડાયો

IPL 2027: IPL 2027નું રિટેન્શન લિસ્ટ જાહેર થાય તે પહેલાં ગુજરાત ટાઈટન્સે મોટો ખેલાડી ટ્રેડ કર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો ઝડપી બોલર હર્ષલ પટેલ હવે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમમાં જોડાયો છે. ખાસ વાત એ છે કે હર્ષલને તેની અગાઉની IPL સેલરી કરતાં અડધી કિંમતે ગુજરાતે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

હર્ષલ પટેલ હવે ગુજરાત ટાઈટન્સનો બન્યો ભાગ

IPL 2027ના રિટેન્શન પહેલાં ખેલાડીઓના અદલાબદલીનો સિલસિલો તેજ બન્યો છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદના અનુભવી ઝડપી બોલર હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઓલ કેશ ડીલ હેઠળ આ ટ્રેડ કરવામાં આવ્યો છે. હર્ષલ IPL 2025થી સનરાઈઝર્સ હૈદરાબાદનો હિસ્સો હતો. હવે 2 સીઝન બાદ તે નવી ટીમ તરફથી રમતો જોવા મળશે.

હર્ષલ પટેલ પોતાની ધીમી ગતિની બોલિંગ અને વિવિધ પ્રકારની બોલિંગ માટે જાણીતો છે. ડેથ ઓવરોમાં પણ તે પોતાની બોલિંગથી બેટ્સમેનને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેના આગમનથી ગુજરાત ટાઈટન્સની બોલિંગ લાઈનઅપ વધુ મજબૂત બનવાની આશા છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">🚨 𝗔𝗻𝗻𝗼𝘂𝗻𝗰𝗲𝗺𝗲𝗻𝘁 🚨

Harshal Patel traded to @gujarat_titans from @SunRisers at a revised fee of INR 4 Crore.

More Details 🔽 | #TATAIPL

https://t.co/9nfw0qESbL</p>&mdash; IndianPremierLeague (@IPL) <a href="https://x.com/IPL/status/2122593035041308717?ref_src=twsrc%5Etfw">November 17, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

અડધી કિંમતે ગુજરાતની ટીમમાં જોડાયો

હર્ષલ પટેલને સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025ના ઓક્શનમાં 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સતત 2 સીઝન સુધી તેને આટલી જ રકમ મળી હતી. પરંતુ હવે ગુજરાત ટાઈટન્સે તેને માત્ર 4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. એટલે કે હર્ષલ પોતાની અગાઉની સેલરી કરતાં 50 ટકા ઓછી કિંમતે નવી ટીમ સાથે જોડાયો છે.

આવું રહ્યું છે હર્ષલ પટેલનું IPL કરિયર

હર્ષલ પટેલે વર્ષ 2012માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી IPL ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પણ રમી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેને 124 IPL મેચમાં 151 વિકેટ ઝડપી છે. તેની ઈકોનોમી 8.92 અને બોલિંગ એવરેજ 24.68 રહી છે.

હર્ષલે IPL 2021માં RCB તરફથી રમતા પ્રથમ વખત પર્પલ કેપ જીતી હતી. ત્યારબાદ 2024માં પંજાબ કિંગ્સ તરફથી રમતા બીજી વખત આ સિદ્ધિ મેળવી હતી. પરંતુ ગત સીઝનમાં હૈદરાબાદ તરફથી રમેલી 5 મેચમાં તેને એકપણ વિકેટ મળી ન હતી. હવે ગુજરાત ટાઈટન્સ તરફથી તે પોતાના જૂના ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: Ind Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ 19 નવેમ્બરથી શરૂ, જાણો બંને મેચનું સંપૂર્ણ શેડ્યૂલ અને ભારતીય ટીમ