Mohit Ulva: 'મને વિશ્વાસ હતો કે આજે મારો દિવસ છે', મોહિત ઉલ્વાએ છેલ્લી ઓવરમાં ભારતને કેવી રીતે અપાવી જીત?

Mohit Ulva: U19 એશિયા કપ ફાઈનલમાં મોહિત ઉલ્વાએ 26 બોલમાં અણનમ 49 રન ફટકારી ભારતને જીત અપાવી. મેચ બાદ તેને પોતાના આત્મવિશ્વાસ અને વેંકટના પ્રોત્સાહન વિશે વાત કરી.
Nancy Shukal
Nancy Shukal
Mohit Ulva: મોહિત ઉલ્વાએ ભારતને કેવી રીતે જીત અપાવી?Mohit Ulva: મોહિત ઉલ્વાએ ભારતને કેવી રીતે જીત અપાવી?

Mohit Ulva: મોહિત ઉલ્વાએ ભારતને કેવી રીતે જીત અપાવી?

Mohit Ulva: U19 એશિયા કપ 2026ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 1 વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. રોમાંચક બનેલી આ મેચનો નિર્ણય છેલ્લી બોલ પર આવ્યો હતો. ભારતની જીતમાં મૈનાલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ખાસ કરીને મોહિતે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. તેને માત્ર 26 બોલમાં અણનમ 49 રન ફટકારીને ભારતને જીત અપાવી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.

છેલ્લી ઓવરમાં શું ચાલી રહ્યું હતું મોહિતના મનમાં?

મેચ બાદ પોતાની ઈનિંગ વિશે વાત કરતાં મોહિતે જણાવ્યું કે છેલ્લી ઓવર દરમિયાન તેના મનમાં કોઈ ખાસ વિચાર ન હતો. તેને પોતાની જાત પર અને ભગવાન પર ભરોસો હતો. મોહિતે સ્વીકાર્યું કે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તે જાણતો હતો કે તે મુખ્યત્વે બોલર છે, પરંતુ તેને પોતાની ઓલરાઉન્ડર ક્ષમતા પર પણ વિશ્વાસ હતો.

મોહિતે કહ્યું કે તેને માત્ર મૈનાલ ચૌહાણના સાથની જરૂર હતી. મૈનાલે તેના પહેલાં બેટિંગમાં આવીને જે રીતે મેચનું વાતાવરણ અને લય બદલી હતી તે શાનદાર હતું. મોહિતના મતે તેને માત્ર મેદાનમાં જઈને બાકીનું કામ પૂરું કરવાનું હતું.

વેંકટે વધાર્યો આત્મવિશ્વાસ

મેચ જીતાડનારા રન બનાવવા અંગે મોહિતે જણાવ્યું કે તે યોગ્ય બોલની રાહ જોઈ રહ્યો હતો. તેને વિશ્વાસ હતો કે એક બાઉન્ડ્રી ફટકારીને તે મેચ પૂરી કરી શકે છે. તેને પોતાના પર સતત વિશ્વાસ રાખ્યો હતો અને છેલ્લી ક્ષણ સુધી લડવાનું નક્કી કર્યું હતું.

મોહિતે વધુમાં જણાવ્યું કે વેંકટે પણ તેનો ઉત્સાહ વધાર્યો હતો. વેંકટ સતત તેને કહી રહ્યો હતો કે તે આ કરી શકે છે અને પોતાનો સ્વાભાવિક ખેલ રમે. આ પ્રોત્સાહનથી મોહિતનો આત્મવિશ્વાસ વધુ મજબૂત થયો હતો. તેને ખાતરી હતી કે જો તે છેલ્લી બોલ સુધી ક્રીઝ પર ટકી રહેશે તો ભારતને જીત અપાવીને જ પાછો ફરશે.

મોહિતને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ

મોહિતને તેના શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, બોલિંગમાં તે ખાસ સફળ રહ્યો નહોતો. તેણે 8 ઓવરમાં 57 રન આપ્યા હતા અને એકપણ વિકેટ મેળવી શક્યો ન હતો. પરંતુ બેટિંગમાં તેને 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવીને ભારતની જીતમાં નિર્ણાયક યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો: IPL 2027: હર્ષલ પટેલની થઈ ટ્રેડ ડીલ! 4 કરોડ રૂપિયામાં આ ટીમ2માં થશે સામેલ!