IPL 2027: હર્ષલ પટેલની થઈ ટ્રેડ ડીલ! 4 કરોડ રૂપિયામાં આ ટીમ2માં થશે સામેલ!


IPL 2027: હર્ષલ પટેલ 4 કરોડમાં ગુજરાત ટાઈટન્સમાં થશે સામેલ!
IPL 2027: હર્ષલ પટેલની થઈ ટ્રેડ ડીલ! 4 કરોડ રૂપિયામાં આ ટીમ2માં થશે સામેલ!


IPL 2027: હર્ષલ પટેલ 4 કરોડમાં ગુજરાત ટાઈટન્સમાં થશે સામેલ!
IPL 2027: IPL 2027 પહેલાં વધુ એક મોટા ખેલાડીના ટ્રેડની ચર્ચાએ ક્રિકેટ જગતમાં ધ્યાન ખેંચ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો અનુભવી ફાસ્ટ બોલર હર્ષલ પટેલ હવે ગુજરાત ટાઈટન્સ તરફથી રમતો જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગુજરાત ટાઈટન્સે હર્ષલ પટેલને 4 કરોડ રૂપિયાની કેશ ડીલમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ટ્રેડ બાદ હર્ષલ પોતાની હોમ ટીમ ગુજરાત તરફથી રમશે.
8 કરોડમાં ખરીદ્યો હતો, હવે અડધી કિંમતે ટ્રેડ
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025ના મેગા ઓક્શનમાં હર્ષલ પટેલને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ હવે ગુજરાત ટાઈટન્સે તેને 4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેડને કારણે ગુજરાત ટાઈટન્સના ઓક્શન પર્સમાંથી 4 કરોડ રૂપિયા ઓછા થશે.
પાંચમી IPL ટીમ તરફથી રમશે હર્ષલ
હર્ષલ પટેલ IPLમાં અત્યાર સુધી 4 ટીમો તરફથી રમી ચૂક્યો છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે. ગુજરાત ટાઈટન્સ તેની પાંચમી IPL ટીમ બનશે.
હર્ષલના IPL કરિયરની વાત કરીએ તો તેને 2021માં RCB તરફથી રમતાં 32 વિકેટ ઝડપી હતી અને પર્પલ કેપ જીતી હતી. ત્યારબાદ 2024માં પંજાબ કિંગ્સ તરફથી 24 વિકેટ લઈને બીજી વખત પર્પલ કેપ પોતાના નામે કરી હતી.
IPL 2026માં ખરાબ પ્રદર્શન
IPL 2025માં હર્ષલે 13 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. પરંતુ 2026ની સિઝનમાં તેને માત્ર 5 મેચ રમવાની તક મળી હતી, જેમાં તે એકપણ વિકેટ લઈ શક્યો ન હતો. આ દરમિયાન તેની ઈકોનોમી 10.82 રહી હતી.
તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સે અગાઉ પણ હર્ષલને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. 2024ના ઓક્શનમાં ટીમે તેના માટે 10.5 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી, પરંતુ પંજાબે તેને 11.75 કરોડમાં ખરીદ્યો હતો. હવે ગુજરાતને પોતાના આ અનુભવી બોલરને ટીમમાં સામેલ કરવાની તક મળી છે.
આ પણ વાંચો: Mohit Ulva: કોણ છે મોહિત ઉલવા? પાકિસ્તાન સામે ફાઈનલમાં ભારતને જીત અપાવનાર ગુજરાતના યુવા ક્રિકેટર વિશે




