Mohammed Shami: મોહમ્મદ શમીની નિવૃત્તિ પર BCCIનું મોટું નિવેદન, ખાસ અંદાજમાં આપી વિદાય


Mohammed Shami: મોહમ્મદ શમીની નિવૃત્તિ પર BCCIનો ખાસ મેસેજ
Mohammed Shami: મોહમ્મદ શમીની નિવૃત્તિ પર BCCIનું મોટું નિવેદન, ખાસ અંદાજમાં આપી વિદાય


Mohammed Shami: મોહમ્મદ શમીની નિવૃત્તિ પર BCCIનો ખાસ મેસેજ
Mohammed Shami: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 13 વર્ષ લાંબા ટેસ્ટ કરિયરનો અંત લાવવાના તેમના નિર્ણય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખાસ અંદાજમાં તેને વિદાય આપી છે. BCCIએ મોહમ્મદ શમીના યોગદાનને યાદ કરતાં તેમને ભારતીય ઝડપી બોલિંગના એક યુગને પરિભાષિત કરનાર બોલર ગણાવ્યા છે.
મોહમ્મદ શમીએ 6 નવેમ્બર, 2026ની રાત્રે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ 7 નવેમ્બરે BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારતીય ઝડપી બોલિંગના એક યુગને પરિભાષિત કરવા બદલ આભાર. આ સાથે બોર્ડે તેમની ટેસ્ટ કેપ નંબર 279નો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ મોહમ્મદ શમી વનડે અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
64 ટેસ્ટમાં 229 વિકેટ ઝડપી
36 વર્ષના મોહમ્મદ શમીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 64 મેચ રમીને કુલ 229 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 27.71 રહી હતી. તેને 6 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ઝડપી બોલર્સના લિસ્ટમાં તેઓ છઠ્ઠા નંબરે છે. આ લિસ્ટમાં કપિલ દેવ 434 વિકેટ સાથે પ્રથમ નંબરે છે. જ્યારે ઝહીર ખાન અને ઈશાંત શર્માના નામે 311-311 વિકેટ છે. જસપ્રીત બુમરાહે 234 અને જવાગલ શ્રીનાથે 236 વિકેટ લીધી છે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Thank you for defining an era of Indian pace bowling, Test Cap #279 🇮🇳
Drop in your favourite @MdShami11 memory in whites 👇
#TeamIndia https://t.co/0qHC15vwci</p>— BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2118944714586230881?ref_src=twsrc%5Etfw">November 7, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
રવિ શાસ્ત્રીએ પણ કર્યા વખાણ
પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ પણ મોહમ્મદ શમીની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી હતી. તેમને કહ્યું કે શાનદાર કારકિર્દી રહી છે અને તેઓ ખુશકિસ્મત હતા કે મોહમ્મદ શમીના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમના કોચ હતા. ભારતની સફળતામાં મોહમ્મદ શમીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમના વિના ભારતીય ઝડપી બોલિંગ યુનિટ આટલી અસરકારક રીતે કામ કરી શક્યું ન હોત. રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે દુનિયામાં કોઈ બોલર મોહમ્મદ શમીની જેમ બોલને સીમ પર ઉતારી શકતો નથી.
તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ ફેબ્રુઆરી 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી બાદથી ભારતીય ટીમ માટે કોઈ મેચ રમી નથી. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પણ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં રમવાનો તેમનો રસ્તો ખુલ્લો છે.
આ પણ વાંચો: Ramayana: 'રામાયણ'એ 48 કલાકમાં 221 કરોડની કમાણી કરી, 'પઠાણ' અને 'પુષ્પા 2'ની ખાસ ક્લબમાં મેળવી જગ્યા




