Ramayana: 'રામાયણ'એ 48 કલાકમાં 221 કરોડની કમાણી કરી, 'પઠાણ' અને 'પુષ્પા 2'ની ખાસ ક્લબમાં મેળવી જગ્યા

Ramayana: 'રામાયણ'એ 2 દિવસમાં 221.05 કરોડનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન કર્યું. વિદેશી બજારમાંથી 86.25 કરોડની કમાણી સાથે ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો.
Nancy Shukal
Nancy Shukal
Ramayana: રામાયણનું 2 દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શન 221 કરોડ પારRamayana: રામાયણનું 2 દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શન 221 કરોડ પાર

Ramayana: રામાયણનું 2 દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શન 221 કરોડ પાર

Ramayana: રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ 'રામાયણ' બોક્સ ઓફિસ પર સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. રિલીઝના માત્ર 48 કલાકમાં જ ફિલ્મે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે 2 દિવસમાં કુલ 221.05 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ સાથે તેને 'પઠાણ', 'RRR' અને 'પુષ્પા 2' જેવી ફિલ્મોની ખાસ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. ભારતમાં બીજા દિવસે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં વિદેશી બજારમાંથી મળેલા પ્રતિસાદે તેના વર્લ્ડવાઈડ કલેક્શનને મજબૂત બનાવ્યું છે.

બે દિવસમાં 221 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઇડ કલેક્શન

સેકનિલ્કના મીડિયા રિપોર્ટ મુજબ 'રામાયણ'એ 2 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 134.80 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. જ્યારે વિદેશી બજારમાંથી ફિલ્મને 86.25 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ રીતે ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 221.05 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ભારતમાં ફિલ્મનું નેટ કલેક્શન 112.90 કરોડ રૂપિયા નોંધાયું છે.

બીજા દિવસે ભારતમાં કમાણીમાં ઘટાડો

ફિલ્મે પહેલા દિવસે 64.85 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા દિવસે ભારતમાં 48.05 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આ રીતે પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં આશરે 25.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો પરંતુ વિદેશી બજારમાં ફિલ્મને મળી રહેલા પ્રતિસાદને કારણે તેની કુલ કમાણી 200 કરોડને પાર પહોંચી છે.

વિદેશી બજારમાં પણ ફિલ્મનો જાદુ

'રામાયણ'ની કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કમાણીમાં વિદેશી બજારનો હિસ્સો આશરે 39 ટકા છે. 2 દિવસમાં વિદેશમાંથી 86.25 કરોડ રૂપિયાની કમાણી થવી ફિલ્મ માટે નોંધપાત્ર બાબત છે. ફિલ્મને હિન્દી સિવાય દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવી છે.

હિન્દી વર્ઝન સૌથી આગળ

ભાષા પ્રમાણે ફિલ્મના બે દિવસના ભારતીય નેટ કલેક્શન પર નજર કરીએ તો હિન્દી વર્ઝન સૌથી આગળ છે.

હિન્દી: 83 કરોડ રૂપિયા

કન્નડ: 12.40 કરોડ રૂપિયા

તેલુગુ: 10.75 કરોડ રૂપિયા

તમિલ: 4.10 કરોડ રૂપિયા

મલયાલમ: 2.65 કરોડ રૂપિયા

આ તમામ ભાષાઓના કલેક્શનને મળીને ભારતમાં ફિલ્મની કુલ નેટ કમાણી 112.90 કરોડ રૂપિયા થઈ છે.

'પઠાણ' અને 'પુષ્પા 2' જેવી ફિલ્મોની લિસ્ટમાં સામેલ

માત્ર 2 દિવસમાં વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને 'રામાયણ'એ મોટી ફિલ્મોની ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલાં 'પઠાણ', 'RRR', 'પુષ્પા 2', 'જેલર 2' અને 'ધુરંધર 2' જેવી ફિલ્મો પણ શરૂઆતના દિવસોમાં આ આંકડો પાર કરી ચૂકી છે.

હવે સૌની નજર ફિલ્મના વીકએન્ડ કલેક્શન પર છે. દિવાળીની રજાઓનો લાભ મળવાની શક્યતા વચ્ચે ફિલ્મના મેકર્સની નજર રવિવાર સુધીમાં વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાના ગ્રોસ કલેક્શન પર હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

ફિલ્મમાં જોવા મળશે દિગ્ગજ કલાકારો

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી 'રામાયણ: પાર્ટ 1'માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળે છે. આ સિવાય રવિ દુબે લક્ષ્મણ, અરુણ ગોવિલ રાજા દશરથ, લારા દત્તા કૈકેયી, રકુલ પ્રીત સિંહ શૂર્પણખા અને કાજલ અગ્રવાલ મંદોદરીની ભૂમિકામાં છે.

નમિત મલ્હોત્રા અને યશના પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલી આ ફિલ્મને લઈને શરૂઆતથી જ દર્શકોમાં ભારે ઉત્સુકતા હતી. હવે રિલીઝ બાદ તેના બોક્સ ઓફિસ કલેક્શનને કારણે પણ ફિલ્મ સતત ચર્ચામાં છે.

આ પણ વાંચો: Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત બગડી, 'કૌન બનેગા કરોડપતિ'નું શૂટિંગ અટકાવાયું