Get News Alerts

Never miss breaking news updates.

Mehsanaના મહિલા પોલીસકર્મી સમીક્ષા પટેલે પાવરલિફ્ટિંગમાં વગાડ્યો ડંકો, 2 મહિનાની ટ્રેનિંગમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

Mehsana: મહેસાણામાં પોલીસ વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા મહિલા કર્મચારી સમીક્ષા પટેલે પાવરલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
Nancy ShuklaUpdated on: 11 Oct 2026 05:13 PM IST
Mehsanaના મહિલા પોલીસકર્મી સમીક્ષા પટેલે પાવરલિફ્ટિંગમાં વગાડ્યો ડંકો, 2 મહિનાની ટ્રેનિંગમાં જીત્યા 2 ગોલ્ડ મેડલMehsanaના મહિલા પોલીસકર્મી સમીક્ષા પટેલે પાવરલિફ્ટિંગમાં વગાડ્યો ડંકો, 2 મહિનાની ટ્રેનિંગમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

Mehsana

Mehsana: મહેસાણામાંથી મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી સમીક્ષા પટેલે પાવરલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ જીતીને સાબિત કર્યું છે કે અડગ મનોબળ આગળ કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. નોકરીની સાથે સાથે સખત પરિશ્રમ કરીને તેમણે મેળવેલી આ સિદ્ધિ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.

મહિલા પોલીસકર્મી સમીક્ષા પટેલે 2 મહિનાની ટ્રેનિંગમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

સમીક્ષા પટેલ છેલ્લા 10 વર્ષથી પોલીસમાં પોતાની સેવા આપી રહ્યા છે. તેઓએ એક વર્ષ પહેલા જીમ જોઈન કર્યું હતું, પરંતુ પાવરલિફ્ટિંગની પ્રેક્ટિસ છેલ્લા બે મહિનાથી જ શરૂ કરી હતી. આ ટૂંકા ગાળામાં જ તેમણે ટીએફ જીમ ખાતે યોજાયેલી નોર્થ ગુજરાતની સ્પર્ધા અને અમદાવાદ ખાતે ગુજરાત પાવરલિફ્ટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

આ બંને ઓલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાઓમાં તેમણે 100 કિલો સ્ક્વોટ્સ, 120 કિલો ડેડલિફ્ટ અને 50 કિલો બેન્ચ પ્રેસ કરીને પોતાની અદભુત તાકાતનો પરચો આપ્યો હતો.

ટ્રેનરનો સંદેશ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ

સમીક્ષા પટેલની આ સફળતામાં તેમના ટ્રેનર પ્રકાશ પટેલનું માર્ગદર્શન પણ મહત્વનું રહ્યું છે. પ્રકાશ પટેલના જણાવ્યા અનુસાર, સમીક્ષા પટેલે સતત ત્રણ કલાક વર્કઆઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ માને છે કે વર્તમાન સમયની લાઈફસ્ટાઈલ પ્રમાણે મહિલાઓમાં ફિટનેસ પ્રત્યે જાગૃતતા આવવી ખૂબ જરૂરી છે.

ઘર હોય કે જીમ, દરેક મહિલાએ પોતાની શારીરિક શક્તિ વધારવા માટે રોજના 15 થી 20 મિનિટ વોકિંગ, રનિંગ કે અન્ય કસરત માટે ફાળવવા જોઈએ. તેઓ મહેસાણાની તમામ મહિલાઓ અને પોલીસકર્મીઓને પોતાની અનુકૂળતા મુજબ કસરત કરી શરીરને સ્વસ્થ રાખવા અપીલ કરે છે.

સમીક્ષા પટેલની આ સિદ્ધિ માત્ર બે મેડલ સુધી સીમિત નથી, પરંતુ તે દરેક મહિલા માટે એક મજબૂત સંદેશ છે. પોલીસની કપરી ફરજ બજાવવાની સાથે શારીરિક સૌષ્ઠવ અને પાવરલિફ્ટિંગ જેવી અઘરી રમતમાં કાઠું કાઢવું એ તેમની પ્રબળ ઈચ્છાશક્તિ દર્શાવે છે. તેમની આ સફર ચોક્કસથી સમાજની અન્ય મહિલાઓને પોતાની ક્ષમતા ઓળખી, ફિટનેસ પ્રત્યે જાગૃત થઈને નવી ઉડાન ભરવા માટે પ્રેરિત કરશે.

આ પણ વાંચો: IND Vs NZ ODI સિરીઝ માટે ન્યુઝીલેન્ડ પહેરશે ખાસ જર્સી, 100 વર્ષ જુના સંબંધની થશે ઉજવણી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.