IND Vs NZ ODI સિરીઝ માટે ન્યુઝીલેન્ડ પહેરશે ખાસ જર્સી, 100 વર્ષ જુના સંબંધની થશે ઉજવણી


IND Vs NZ
IND Vs NZ ODI સિરીઝ માટે ન્યુઝીલેન્ડ પહેરશે ખાસ જર્સી, 100 વર્ષ જુના સંબંધની થશે ઉજવણી


IND Vs NZ
IND Vs NZ: ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસ 5 મેચની T20I સિરીઝથી શરૂ થશે. ત્યારબાદ 5 મેચની વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમ ખાસ ડિઝાઈન કરેલી જર્સી પહેરીને ભારત સામે મેદાનમાં ઉતરશે.
આ જર્સી બંને દેશો વચ્ચેના રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરશે. તમેન જણાવી દઈએ કે 1926 માં ભારતીય સેનાની હોકી ટીમે પ્રથમ વખત ન્યુઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો, જેમાં ખેલાડીઓ અને સમુદાયોને એક સાથે લાવવામાં આવ્યા હતા.
ન્યુઝીલેન્ડ ટીમની ખાસ જર્સી ન્યુઝીલેન્ડની માઓરી સંસ્કૃતિ અને ભારતીય કલા પરંપરાઓને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે આ ખાસ જર્સીને કોટાહિતાંગા ODI શર્ટ નામ આપ્યું છે. તેની ડિઝાઈન બંને દેશો વચ્ચેના ઈતિહાસ, સાંસ્કૃતિક સંબંધો અને પરસ્પર આદરને પ્રતિબિંબિત કરે છે. કિવી ટીમ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી ODI સિરીઝમાં આ લિમિટેડ એડિશનની જર્સી પહેરશે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">The limited-edition Kotahitanga ODI shirt by Castore 🌿 🪷
Buy yours now at https://t.co/QmhJAXWozn or selected Rebel Sport stores. https://t.co/Low9ib2lf8</p>— BLACKCAPS (@BLACKCAPS) <a href="https://x.com/BLACKCAPS/status/2109033749585207782?ref_src=twsrc%5Etfw">October 10, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
ડિઝાઈન બનાવવા માટે 3 કલાકારોએ સાથે મળીને કર્યું કામ
આ ખાસ જર્સીના નિર્માણમાં 3 કલાકારોએ યોગદાન આપ્યું છે: ન્યુઝીલેન્ડના બેન થોમસન, ગુજરાતના શિવ નારણદાસ અને જય પાંચા. તેમને પોતપોતાની સાંસ્કૃતિક પરંપરાઓમાંથી પ્રેરણા લીધી અને એક એવી ડિઝાઈન બનાવી જે બંને દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધોને પ્રતિબિંબિત કરે છે.
થોમસને જર્સીમાં માઓરી કલાના પરંપરાગત કોહાઈવાઈ પેટર્નનો ઉપયોગ કર્યો છે. આ ડિઝાઈન ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવનારાઓના યોગદાનનું પણ સન્માન કરે છે. શિવ નારણદાસ અને જય પંચાએ જર્સીમાં ભારતીય કલાના 3 વિશિષ્ટ પ્રતીકોનો સમાવેશ કર્યો છે. આમાં કમળ, ભારતનું રાષ્ટ્રીય ફૂલ, ભારતીય સ્થાપત્યથી પ્રેરિત પુનરાવર્તિત પેટર્ન અને મંડલાનો સમાવેશ થાય છે.
ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થશે
ન્યુઝીલેન્ડ ક્રિકેટના ચીફ માર્કેટિંગ અને કોમર્શિયલ ઓફિસર ગ્લેન ક્રિચલીએ આ પહેલ પર ખુશી વ્યક્ત કરી. તેમને કહ્યું કે "અમે આ ડિઝાઈનથી ખૂબ જ ખુશ છીએ. કલાકારોએ વિશિષ્ટ માઓરી અને ભારતીય ડિઝાઈન વચ્ચે એક સુંદર સંતુલન બનાવ્યું છે, જે બંને દેશો વચ્ચેના બંધનને પ્રતિબિંબિત કરે છે." ડિઝાઈન ડિઝાઈનર બેન થોમસને કહ્યું કે સમગ્ર પ્રોજેક્ટ પાછળનો મુખ્ય વિચાર એકતાનો હતો. તેમના મતે જર્સીની ડિઝાઈન આ ભાવનાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરે છે. ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. આ ખાસ જર્સી દ્વારા ક્રિકેટની સાથે, ODI સિરીઝ બંને દેશો વચ્ચેના સહિયારા સાંસ્કૃતિક વારસા અને મિત્રતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો: IND Vs NZ ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત, ફિન એલન-લોકી ફર્ગ્યુસન પરત ફર્યા





