Lakshya Sen: લક્ષ્ય સેને રચ્યો ઈતિહાસ, જાપાનમાં તિરંગો લહેરાવી કુમામોટો માસ્ટર્સ જીતનાર પ્રથમ ભારતીય બન્યો


Lakshya Sen: લક્ષ્ય સેન કુમામોટો માસ્ટર્સ જીતનાર પ્રથમ ભારતીય બન્યો
Lakshya Sen: લક્ષ્ય સેને રચ્યો ઈતિહાસ, જાપાનમાં તિરંગો લહેરાવી કુમામોટો માસ્ટર્સ જીતનાર પ્રથમ ભારતીય બન્યો


Lakshya Sen: લક્ષ્ય સેન કુમામોટો માસ્ટર્સ જીતનાર પ્રથમ ભારતીય બન્યો
Lakshya Sen: ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને વર્ષ 2026માં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. જાપાનમાં રમાયેલી કુમામોટો માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટના ફાઈનલમાં લક્ષ્ય સેને યજમાન દેશના ખેલાડી કોકી વાતાનાબેને 2-1થી હરાવીને ખિતાબ જીતી લીધો છે. આ સાથે તે કુમામોટો માસ્ટર્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. ખાસ વાત એ છે કે લક્ષ્યે 2026માં સતત બીજી BWF વર્લ્ડ ટૂર ટાઈટલ જીતવાની સિદ્ધિ પણ મેળવી છે.
પ્રથમ સેટમાં હાર બાદ લક્ષ્યની શાનદાર વાપસી
કુમામોટો માસ્ટર્સની ફાઈનલમાં લક્ષ્ય સેનની મેચ જાપાનના કોકી વાતાનાબેને સામે થઈ હતી. મેચની શરૂઆત લક્ષ્ય માટે સારી રહી ન હતી. પ્રથમ સેટમાં જાપાની ખેલાડીએ શાનદાર રમત બતાવીને 21-13થી જીત મેળવી હતી.
પરંતુ બીજા સેટમાં લક્ષ્ય સેને જોરદાર વાપસી કરી હતી. તેને પોતાની રમતમાં સુધારો કરવાની સાથે બિનજરૂરી ભૂલો ટાળી હતી અને 21-18થી સેટ જીતીને મેચમાં 1-1થી બરાબરી કરી હતી.
ત્યારબાદ નિર્ણાયક ત્રીજા સેટમાં લક્ષ્યનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો હતો. તેને 21-14થી સેટ જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ રોમાંચક મેચ જીતવામાં તેને કુલ 64 મિનિટનો સમય લાગ્યો હતો.
કરિયરમાં પ્રથમ વખત 1 સિઝનમાં બે ટાઈટલ
આ જીત લક્ષ્ય સેન માટે અનેક રીતે ખાસ રહી છે. તેના કરિયરમાં પ્રથમ વખત તેને એક જ સિઝનમાં 2 BWF વર્લ્ડ ટૂર ખિતાબ જીત્યા છે. અગાઉના વર્ષે તે આ ટુર્નામેન્ટની સેમીફાઈનલ સુધી પહોંચ્યો હતો, પરંતુ આ વખતે તેને ફાઈનલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
ખિતાબ જીત્યા બાદ લક્ષ્યે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મુશ્કેલ મેચ છતાં તેને પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો. ઘણી મેચોમાં પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ પણ તેને હાર માની ન હતી અને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. આ વખતે અગાઉ કરતાં વધુ સારું પ્રદર્શન કરીને ખિતાબ જીતવો તેના માટે ખાસ છે.
આ જીતથી લક્ષ્ય સેનની હાંગઝોઉમાં યોજાનારી BWF વર્લ્ડ ટૂર ફાઈનલ્સ 2026 માટે ક્વોલિફાય થવાની દાવેદારી પણ મજબૂત બની છે. કુમામોટો માસ્ટર્સની આ જીતથી તેને 9,200 રેન્કિંગ પોઈન્ટ્સ મળ્યા છે.
આ પણ વાંચો: Ind Vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો 7 વર્ષનો વિજયરથ રોક્યો, સતત 11 વનડે સિરીઝ જીતવાનો રેકોર્ડ તૂટ્યો




